Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઠંડી વચ્ચે માવઠામાં ઠુઠવાઇ રહ્યું છે ગુજરાત, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

ભારતના હવામાન વિભાગ (IMD) એ ગુરુવારના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના 108 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.

ભારતના હવામાન વિભાગ (IMD) એ ગુરુવારના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના 108 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. શુક્રવારના રોજ દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

unseasonal rainfall

રાજ્યમાં નોંધાયેલા વરસાદની વિગત

  • છેલ્લા 24 કલાકમાં 159 તાલુકમાં વરસાદ નોંધાયો છે
  • સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે
  • વલસાડના પારડી અને ખેરગામમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે
  • કપરાડા, ઉમરગામ, મહુવા, પલસાણા, વાપી, નવસારી, ચિખલીમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે
  • અમરેલીમાં ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં 25-25 મીમી વરસાદ નોંધાયો છે.

કમોસમી વરસાદને કારણે બુધવારે ઘણા કેન્દ્રો પર મહત્તમ અથવા દિવસના તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો, જે સામાન્ય તાપમાન કરતાં 12 ડિગ્રી ઓછું હતું. બુધવારની સાંજ સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 31 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ અમરેલીમાં ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં 25-25 મીમી વરસાદ નોંધાયો હતો.

30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

IMD અનુસાર, હવામાનમાં આ અચાનક ફેરફાર અરબી સમુદ્રમાં ઓછા દબાણવાળા વિસ્તાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત વીજળી સાથે હળવા વાવાઝોડા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો

રાજ્યમાં મહત્તમ અથવા દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વડોદરામાં મહત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 19 ડિગ્રી સેલ્સિયસમાં 12 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જે બાદ સુરતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 11 ડિગ્રી ઓછું 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં પણ તેના મહત્તમ તાપમાનમાં 9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને 22.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ચક્રવાત 'જવાદ' આકાર લઈ રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. તેનું કારણ અરબી સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજા છે. ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ વતી આજે કહેવામાં આવ્યું છે કે, ચક્રવાત 'જવાદ' આકાર લઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ભારતમાં પણ હવામાનની પેટર્ન બદલાશે. તેનાથી ગુજરાત, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X