For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રીવાબાની ઉમેદવારી નોધાવાામાં વિજય રૂપાણી સહિતના મોટા નેતાઓ રહ્યા હાજર

જામનગર ઉત્તરમાં ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ તેમજ દિવ્યેશબાઇ અકબરીએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. આ જામનગરની આ બઠક પર ભારે વિવાદ અને ચડ-ઉતાર જોવા મળ્યો છે. ધર્મેન્દ્રસિંહની ઉત્તરમાં મજબૂત દાવેદાર માનવામા આવતા હતા પરંતુ

|
Google Oneindia Gujarati News

જામનગર ઉત્તરમાં ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ તેમજ દિવ્યેશબાઇ અકબરીએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. આ જામનગરની આ બઠક પર ભારે વિવાદ અને ચડ-ઉતાર જોવા મળ્યો છે. ધર્મેન્દ્રસિંહની ઉત્તરમાં મજબૂત દાવેદાર માનવામા આવતા હતા પરંતુ તેની જગ્યાએ યુવા ચહેરા રીવાબાને ઉતારવામાં આવ્યા છે.

RIVABA

બીજી તરફ રાજકીય વળતુરોમાં એવી પણ ચર્ચા છે. રીવાબાને ટિકિટ અપાવામમાં પુનમ માડમે મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે જ પુનમ માડમનું જામનગરમાં રાજકીય કદ પણ વધી ગયુ છે.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના આગ્રાણી .જીતુભાઈ લાલ, શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણ ભાઈ ભાટુ, ઉપરાંત શહેર ભાજપના ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઈન્ચાર્જ મનીષભાઈ કટારીયા વગેરે જોડાયા હતા.

જેઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારો રિવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરીએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.

English summary
Rivaba has filed his candidature from Jamnagar North
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X