For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી સ્કૉલરશિપ યોજના માટે ફાળવવામાં આવશે રૂપિયા 180 કરોડ

ગુજરાત સરકારને આ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ યોજના હેઠળ રૂ.180 કરોડ ફાળવવામાં આવશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત સરકારને આ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ યોજના હેઠળ રૂ.180 કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં યુનિયન કેબિનેટે ચાર કરોડથી પણ વધુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રુ.59,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. ગાંધીનગર ખાતે રાજ્ય ભાજપના હેડક્વાર્ટસમાં યોજાયેલ પ્રેસ કૉન્ફરન્સમાં સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુ કે, 'નવી પેટર્ન મુજબ, કેન્દ્ર સ્કૉલરશિના 60 ટકા ખર્ચશે જ્યારે રાજ્ય સરકાર 40 ટકા ભાગ આપશે.'

rupees

મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે ગુજરાત સરકારની પ્રતિબદ્ધ જવાબદારી રુ.309.43 કરોડની હતી. તેમાંથી કેન્દ્ર સરકારે તેમના ભાગ તરીકે અમને રુ.15 કરોડ પૂર્વ નાણાકીય વર્ષ માટે આપ્યા હતા. હવે આ જાહેરાત બાદ કેન્દ્ર ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે ગુજરાતને રુ.180 કરોડ આપશે જે લગભગ 12.5 ગણો વધારો છે. કેન્દ્ર સરકારના રુ.15 કરોડ એ રૂ.309.43 કરોડની પ્રતિબદ્ધ જવાબદારીના માત્ર 4.85 ટકા હતા. હવે કેન્દ્ર સરકારનો ભાગ 60 ટકા થઈ ગયો છે જ્યારે રાજ્ય સરકારે 40 ટકા ભાગ આપવાનો છે.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલે અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે લેવાલેય આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે, 'રાજ્ય સરકારે ક્યારેય મેટ્રિક સ્કૉલરશિપ માટે કેન્દ્ર સરકાર તરફથી રુ.20 કરોડથી વધુ મેળવ્યા નથી. હવે કેન્દ્ર સરકાર તરફથી રુ.59,000 કરોડની મંજૂરી સાથે, આપણે રુ.180 કરોડ મેળવી શકીશુ કે જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ માટે ફાળવવામાં આવતા ફંડના 12 ગણા છે.'

ટ્રમ્પનુ ટ્વિટર-FB અકાઉન્ટ બ્લૉક, યુટ્યુબે પણ વીડિયો હટાવ્યાટ્રમ્પનુ ટ્વિટર-FB અકાઉન્ટ બ્લૉક, યુટ્યુબે પણ વીડિયો હટાવ્યા

English summary
Rs. 180 crore will be given to Gujarat by central government under scholarship scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X