RTE Gujarat : ગુજરાત સરકારે RTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કર્યો, જાણો નવી આવક મર્યાદા

RTE Gujarat : ગુજરાત સરકારે આરટીઈમાં એડમિશન માટેની આવક મર્યાદામાં વધારો કર્યો છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આવક મર્યાદા વધારવાના રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત કરી.

હાલ સુધી RTE પ્રવેશ માટે ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા ₹1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે ₹1.50 લાખ હતી. હવે શિક્ષણ વિભાગે આ મર્યાદાને વધારીને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે ₹6 લાખ કરવાનો નિર્ણય લીધો છે.

RTE Gujarat

2025-26 માટે RTE પ્રવેશ પ્રક્રિયામાં આ સુધારો નબળા અને વંચિત જૂથોના બાળકો તથા તેમના માતા-પિતાને મોટી રાહત આપશે.

શિક્ષણનો અધિકાર કાયદા (RTE એક્ટ-2009) અનુસાર નબળા અને વંચિત જૂથોના બાળકોને ધોરણ-1 માટે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર મફત પ્રવેશ આપવામાં આવે છે. અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પાત્રતા ધરાવતા બાળકોને મફત પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 16 માર્ચ સુધી ચાલુ રહેશે.

આવક મર્યાદા અગાઉ ગ્રામીણ વિસ્તારો માટે ₹1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે ₹1.50 લાખ હતી. 13 માર્ચ 2025 ના પત્ર દ્વારા શિક્ષણ વિભાગે આ મર્યાદા વધારીને બંને વિસ્તારો માટે ₹6 લાખ કરી છે.

આ સુધારા દ્વારા હવે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય એવા માતા-પિતા તેમની સંતાનના ધોરણ-1ના પ્રવેશ માટે અરજી કરી શકશે.\

RTE પ્રવેશ માટે પાત્ર બાળકો જેમણે 1 જૂન, 2025 સુધીમાં છ વર્ષની ઉંમર પૂર્ણ થતા હશે તેઓ 15 એપ્રિલ 2025 (મંગળવાર) સુધી RTE પોર્ટલ https://rte.orpgujarat.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X