દિનુ બોઘાએ સીબીઆઇ કોર્ટમાં કર્યું સરેન્ડર

Posted By:
Subscribe to Oneindia News

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ભાજપ સાંસદ દિનુ બોઘા સોલંકીના જમીન રદ્દ કર્યા છે. અને સાથે જ કોર્ટે દિનુ બોઘા સોલંકીને 48 કલાકમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. તે પછી નાસતા ફરતા દિનુ બોઘાએ સોમવારે સીબીઆઇ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં હાઇકોર્ટ સામે જ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. જેમાં ભાજપના સાંસદ દિનુ સોલંકી સમેત 5 આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકીના પહેલા જામીન આપ્યા હતા. અને તે પછીથી તે જામીન પર જ છે. ત્યારે હાલ આ કેસમાં સુપ્રીમ કોર્ટે નવો ચુકાદો આપ્યો છે. જો કે આ કેસમાં દિનુ સોલંકીએ આખરે આત્મસમર્પણ કર્યું છે.

amit jethwa

ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા એક પર્યાવરણવાદી અને સમાજ સેવક હતા. તેમણે આરટીઆઇ દ્વારા જૂનાગઢના ગીર જંગલોમાં જમીન માફિયાઓ દ્વારા ગેરકાનૂની રીતે ખાણકામ કરવ માટે કોર્ટમાં અનેક કેસ દાખલ કર્યા હતા. અને હાઇકોર્ટ સમક્ષ જ 20 જુલાઇ 2010માં તેમની કારમી હત્યા કરવામાં આવી હતી. પાછળથી આ કેસમાં ભાજપના ધારાસભ્યનું પણ નામ બહાર આવતા ભાજપને તેની શાન બચાવવી પડી હતી. ત્યારે આ કેસમાં હાઇકોર્ટે દિનુ સોલંકીને જામીન આપ્યા હતા. પણ ગુજરાતના આ ચકચાર મચાવનાર કેસમાં હવે કોર્ટે તેમના જામીન રદ્દ કરીને આત્મસમર્પણ કરવાનું જણાવ્યું છે. ત્યારે ગુજરાતની ચૂંટણી વચ્ચે કોર્ટ દિનુ બોઘાનું અચનાક પ્રગટ થવું અને અચનાક આત્મસર્મપણ કરવું અનેક સવાલ ઊભા કરે છે. કારણ કે પાછલા લાંબા સમયથી પોલીસ દિનુ બોઘાને શોધતી ફરતી હતી.

English summary
RTI activist Amit Jethwa case: BJP Dinu Solanki surrender at court. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.