For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હવે ચાલશે પ્રદૂષણ ફ્રી ઈલેક્ટ્રિક બસ, સરકાર પૂરો કરશે 4 વર્ષ જૂનો વાયદો

ગુજરાતમાં ટૂંક સમયમાં જ પોલ્યૂશન ફ્રી ઈલેક્ટ્રિક બસ દોડતી થઈ જશે. શરૂઆત અમદાવાદથી થશે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ટૂંક સમયમાં જ પોલ્યૂશન ફ્રી ઈલેક્ટ્રિક બસ દોડતી થઈ જશે. શરૂઆત અમદાવાદથી થશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા વર્ષમાં શહેરના BRTS કૉરિડોરમાં આગામી દિવસોમાં 50 ઈલેક્ટ્રિક બસ દોડતી કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના

ચાર વર્ષ પહેલા રૂપાણીએ કર્યો હતો વાયદો

ચાર વર્ષ પહેલા રૂપાણીએ કર્યો હતો વાયદો

સ્થાનિકોના કહેવા પ્રમાણે સરકારે ચાર વર્ષ પહેલા જે વાયદો કર્યો હતો, તેને હવે રૂપાણી પૂરો કરી રહ્યા છે. તત્કાલીન સીએમ આનંદીબહેન પટેલેની સરકારમાં વિજય રૂપાણી જ્યારે પરિવહન મંત્રી હતા ત્યારે તેમણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક બસ શરૂ કરવાનું વચન આપ્યું હતું. હવે રૂપાણી ગુજરાતના સીએમ છે, ત્યારે ચાર વર્ષ બાદ આ વચન પુરુ થવા જઈ રહ્યું છે.

ગાંધીનગરમાં હશે સોલાર પાવર્ડ ચાર્જિંગ સ્ટેશન

ગાંધીનગરમાં હશે સોલાર પાવર્ડ ચાર્જિંગ સ્ટેશન

ચાર વર્ષ પહેલા રૂપાણીએ કહ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઈલેક્ટ્રિક બસ ચલાવવા માટે ગુજરાત એસટી કોર્પોરેશન અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. આ સુવિધા માટે ઈલેક્ટ્રિક બસ ચાર્જ કરવા માટે ગાંધીનગર સેન્ટ્રલ બસ સ્ટેશન પર સોલર પાવર્ડ ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાશે. જો કે તે સમયે આ પ્રોજેક્ટને અભરાઈ પર ચડાવી દેવાયો હતો.

અમદાવાદમાં ચાલશે 50 નવી ઈલેક્ટ્રિક બસો

અમદાવાદમાં ચાલશે 50 નવી ઈલેક્ટ્રિક બસો

હવે અમદાવાદમાં આ ઈલેક્ટ્રિક બસ શરૂ થવા જઈ રહી છે. AMCએ 2018માં BRTSના મુસાફરો માટે 50 ઈલેક્ટ્રિક બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જે 2019માં અમલી બનવા જઈ રહ્યો છે. કોર્પોરેશનનો દાવો છે કે ઈલેક્ટ્રિક બસથી પ્રદૂષણનું પ્રમાણ ઘટશે, સાથે જ ઈંધણ પણ બચશે.

BRTS રૂટ પર ચાલી રહી છે 255 સીએનજી બસ

BRTS રૂટ પર ચાલી રહી છે 255 સીએનજી બસ

હાલ અમદાવાદમાં BRTS રૂટમાં 255 સીએનજી બસ ચાલી રહી છે. હવે પર્યાવરણની જાળવણી માટે નવા દ્રષ્ટિકોણથી ઈલેક્ટ્રોનિક બસ શરૂ કરવાનું નક્કી કરાયું છે. આ હાલ આ માટે 50 ઈલેક્ટ્રોનિક બસ ખરીદવામાં આવી છે, જે સંખ્યા આગામી સમયમાં વધારવામાં આવશે. અશોક લેલેન્ડ કંપની પાસેથી આ ઈલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. આ બસનું સંચાલન અને મેઈન્ટેનન્સ પણ કંપની દ્વારા કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન પ્રતિ કિલોમીટર પ્રમાણે કંપનીને ભાડું આપશે. અમદાવાદમાં BRTS રૂટ પર બસને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પણ બની રહ્યા છે.

296 કરોડ રૂપિયાની જોગવાઈ

296 કરોડ રૂપિયાની જોગવાઈ

રાજ્યના પરિવહન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે બીજા તબક્કામાં ઈલેક્ટ્રિક બસ રાજ્યના સુરત વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં પણ શરૂ કરાશે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત 296 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રિક બસ ચલાવવાનું આયોજન છે. રાજ્યના મુસાફરો માટે રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક બસ રાજ્યના એસટી કોર્પોરેશનને પણ આપશે.

English summary
Rupani Govt Planned For Electric Buses in Gujarat for Pollution-Free Transportation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X