For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના

ભલે ગુજરાતમાં છ મુખ્યમંત્રી બદલાયા હોય પરંતુ સરકારની ખંભાતના અખાતમાં મલ્ટીપર્પઝ કલ્પસર યોજના માટે હજી સુધી કોઈ કામ શરૂ નથી થયું.

|
Google Oneindia Gujarati News

ભલે ગુજરાતમાં છ મુખ્યમંત્રી બદલાયા હોય પરંતુ સરકારની ખંભાતના અખાતમાં મલ્ટીપર્પઝ કલ્પસર યોજના માટે હજી સુધી કોઈ કામ શરૂ નથી થયું. આ યોજના સાથે જોડાયેલા નિષ્ણાતોના મત મુજબ એક વાર યોજના શરૂ થયા બાદ 10 વર્ષમાં તેનો લાભ મળશે સાથે જ વિધાનસભાની બે ચૂંટણી બાદ લોકોને તેનો લાભ મળી શકે છે.

પાછલા પાંચ વર્ષનીમાં સરકારે અધ્યયન અને જુદા જુદા રિપોર્ટ બનાવવા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યોજના શરૂ થતાં જ ખંભાતના બંને દરિયાકિનારાને જોડતું 30 કિલોમીટરનું મીઠું પાણી ખેડૂતો અને લોકોને કામ લાગી શકે છે. આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર પણ ઘટી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં સ્મશાનમાં થઇ રહી છે રામકથા, ગામવાસીઓએ કહ્યું - આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ નહીં

ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન બંધ થયેલી કલ્પસર યોજનાની ફાઈલ ભાજપના તત્કાલીન સીએમ કેશુભાઈ પટેલે વર્ષ 1995 અને 1999માં ખોલાવી હતી. બાદમાં નરેન્દ્ર મોદીની સરકારે 2002માં આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી અને 2011માં મોદી સરકારમાં જ આ યોજનાની જાહેરાત થઈ હતી.

ચીન અને દક્ષિણ કોરિયાને છે રસ

ચીન અને દક્ષિણ કોરિયાને છે રસ

1999માં કલ્પસર યોજનાનો અંદાજિત ખર્ચ 25 હજાર કરોડ હતો, પરંતુ જુદા જુદા તબક્કામાં મોડું થવાને કારણે આ યોજના પાછળનો ખર્ચ 90 હજાર કરોડ થઈ ચૂક્યો છે. સરકારનો દાવો છે કે ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીઓને પણ આ યોજનામાં રસ છે.

યોજના પૂરી થયા બાદ આટલું શક્ય બનશે.

યોજના પૂરી થયા બાદ આટલું શક્ય બનશે.

- સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.

- ભાવનગર અને દક્ષિણ ગુજરાતનું અંતર ઘટીને 136 કિલોમીટર થઈ જશે.

- વાયુ ઉર્જા અને સૌર ઉર્જા પાર્ક બની શકે છે.

- સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી મળશે.

- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કિનારાના વિસ્તારોનું પાણી મીઠું થઈ જશે.

કલ્પસર યોજના 46 વર્ષ બાદ

કલ્પસર યોજના 46 વર્ષ બાદ

1969- ગુજરાત રાજ્ય રાજપત્રમાં, સમુદ્રમાં જનારી જમીનનું પાણી રોકવા માટે મોટું તળાવ બનાવીને પાણી સ્ટોર કરવાની યોજના પર કામ શરૂ થયું

1975- સંયુક્ત રાષ્ટ્ર મિશનરીના પ્રોફેસર એરિક વિલ્સનને ટાઈડલ પાવર માટે કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ રિપોર્ટ રજૂ કર્યો હતો.

1980- ડૉ. અનિલ કાણે, જેમણે આ યોજનાનું સ્વપ્ન જોયું હતું તેમણે આ યોજનાને કલ્પસર નામ આપ્યું. તેમણે આ પ્રોજેક્ટમાં ખાસ્સું રિસર્ચ કર્યું હતું.

1988- રીકૉનિસન્સ રિપોર્ટ બન્યો, જેમાં કહેવાયું કે ટેક્નિકલ રીતેથી નદીનું પાણી રોકીને ડેમ બનાવી શકાય છે.

1999- કલ્પસર યોજનાને સરકારે મંજૂરી આપી અને વિશેષ રિસર્સ શરૂ કરાયા.

2002- રાજ્ય સરકારે આ યોજનાનું કામ 2011માં શરૂ કર્યું હતું.

2012- કલ્પસરનું કામ આ વર્ષે શરૂ થવાની જાહેરાત થઈ.

2015- આ યોજના માટે તમામ પ્રકારની મંજૂરી આપવાનો વાયદો થયો

2018- સરકારે ભાડભૂત પરિયોજનાનું કામ શરૂ કર્યું, જે કલ્પસર સાથે જોડાયેલી છે. પરંતુ કલ્પસર યોજનાનું કામ આગળ ન વધ્યું.

2019- લોકસભાની ચૂંટણીનું વર્ષ છે, એટલે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ફરી કલ્પસરનો સમાવેશ થશે.

English summary
Kalpasar project in gujarat, Know what's happened at Kalpasar-Dam-project
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X