CMના હસ્તે ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ
ACB Chintan Shibir: રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACBના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં સૌને પ્રેરણા આપતા વક્તવ્ય દ્વારા પોતાની આધ્યાત્મિકતા અને વાકછટાનો આગવો પરિચય કરાવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે, તેના મૂળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્ગ પોલિટીકલ વિલ છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે, પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નિશ્ચિત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા ACB કરે છે, તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ખોટું કરનારાઓને સજાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં થઇ છે, અને ઝિરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી, આંતરિક સુખ જ સાચું સુખ છે.
આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવા ની નોબત આવે છે.
આવી આવકના સુખમાં તો પરિવારના સૌ ભાગીદાર બને, પરંતુ જ્યારે ગુનાની સજા થાય, ત્યારે જે તે વ્યક્તિએ એકલા એજ ભોગવવી પડે છે. આ સંદર્ભમાં તેમણે વાલિયામાંથી વાલ્મિકિ ઋષીનું ઉદાહરણ આપ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ACBના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, ખોટું કરનારાને સજા તો થાય છે, જ ત્યારે આપણે પણ સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ તે જરૂરી છે.
ACB અધિકારીઓને ભ્રષ્ટાચાર-કરપ્શન સામેના જંગમાં ઢિલાશ ન પડવાની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પણ સાચા કામમાં તમારી પડખે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047નો વડાપ્રધાન મોદીનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ACB કર્મીઓને પોતાનું અગ્રિમ યોગદાન આપવા પણ આહવાન કર્યુ હતું.
રાજ્યની સ્કૂલના બાળકો પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય તે હેતુથી લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખોલો વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન સતર્કતા સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પ્રથમ ત્રણ નિબંધ લેખન વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે આ શિબિરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, સમાજમાં ભ્રષ્ટાચારનું દુષણ અટકાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જ મહત્વની સાબિત થશે, એટલું જ નહીં આ શિબિર આજના સમયની માંગ છે.
ભ્રષ્ટાચાર એ સમાજમાં રહેલી ઉધઈ છે, જે સમાજ અને દેશને અંદરથી ખોખલો બનાવે છે, વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે તંત્રમાં વધુને વધુ પારદર્શકતા લાવી પડશે. RTI જેવા મજબૂત કાયદાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. કોઈ નાગરિક નથી ઈચ્છતો કે, તે લાંચ આપે તો આપણે તેના આ સંકલ્પને સહયોગ કરવો જોઈએ.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારના દૂષણને અટકાવવા બંધારણમાં અનેકવિધ કાયદા અમલી છે, તેનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે.
લાંચ લેવાની જે મોડસ ઓપરેન્ડી જે તે લોકો દ્વારા અપનાવવામાં આવે છે, તેનો પણ એક મેન્યુઅલ બહાર પાડવો જોઈએ જેથી સામાન્ય નાગરિકોમાં તેનાથી જાગૃતિ આવે અને ભ્રષ્ટાચાર અટકાવવામાં મદદરૂપ થઈ શકાય, તેમ જણાવી મુખ્ય સચિવે આ પ્રકારની પ્રથમ ચિંતન શિબિરની પહેલ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
લાંચ રૂશ્વત બ્યુરોના વડા શમશેરસિંગે રાજ્યમાં આ પ્રથમ ચિંતન શિબિરની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લાંચ રૂશ્વત અટકાવવા માટે 1064 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેનો નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળને સહયોગ કરી રહ્યા છે.
એસીબી દ્વારા ભ્રષ્ટાચારની આ લડતને વધુ અસરકારક-ઝડપી બનવા આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ લોકપાલ આઈ. પી . ગૌતમ, CBI- ACBના નિવૃત્ત અધિકારીઓ, પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી સહિતના તજજ્ઞોએ સહભાગી થઈને પોતાના વિચારો- અનુભવો શેર કર્યા હતા. લાંચ રૂશ્વત બ્યુરોના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણે આભારવિધિ કરી હતી.
ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પુરી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, તકેદારી આયોગ કમિશનર સંગીતા સિંઘ સહિત સમગ્ર રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો - ACBના ઉચ્ચ અધિકારીઓ- અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
