Hemant Soren: ઝારખંડ CM હેમંત સોરેનના ઘરે ED સાથે દિલ્લી પોલીસ પણ પહોંચી, થઈ શકે છે ધરપકડ!
Hemant Soren: જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ આજે સવારે (29 જાન્યુઆરી) દિલ્હી પોલીસ સાથે હેમંત સોરેનના ઘરે પહોંચી છે.
દિલ્હી પોલીસ ઈડી સાથે દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત હેમંત સોરેનના ઘરે પહોંચી છે. અહીં સીએમ હેમંત સોરેનની મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો આ કેસમાં સીએમ હેમંત સોરેનની પણ ધરપકડ થઈ શકે છે. તેમના ઘરની બહાર અને અંદર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ મામલે સીએમ હેમંત સોરેનની પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીએ તેના તાજેતરના સમન્સમાં કહ્યું હતું કે જો સીએમ હેમંત સોરેન પૂછપરછ માટે હાજર નહીં થાય તો ઈડીની ટીમ પોતે પૂછપરછ માટે તેમની પાસે પહોંચશે.
આ પહેલા ઈડીએ સીએમ હેમંત સોરેનને 9 વખત પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યા છે. પરંતુ દરેક વખતે હેમંત સોરેને સમન્સમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 27 જાન્યુઆરીએ, ઈડીએ હેમંત સોરેનને સમન્સ જાહેર કરીને આગામી સપ્તાહે મની લૉન્ડરિંગ કેસમાં ફરીથી તપાસમાં જોડાવા કહ્યું હતું.
ઈડીએ અગાઉ હેમંત સોરેનને 27થી 31 જાન્યુઆરી વચ્ચેની કોઈપણ તારીખે તપાસમાં જોડાવા માટે કહ્યું હતું, પરંતુ કોઈ સત્તાવાર જવાબ ન મળતાં, તેઓએ ફરીથી હેમંત સોરેનને નવેસરથી સમન્સ જાહેર કર્યા હતા.
ઈડીએ 20 જાન્યુઆરીએ આ કેસમાં પહેલીવાર સીએમ હેમંત સોરેનનું નિવેદન નોંધ્યું હતું. આ પૂછપરછ રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. મની લૉન્ડરિંગ કેસમાં તપાસકર્તાઓએ તેમની લગભગ સાત કલાક પૂછપરછ કરી હતી. અહેવાલ મુજબ, સીએમ હેમંત સોરેનને ફરીથી સમન્સ જાહેર કરવામાં આવ્યું કારણ કે તે દિવસે પૂછપરછ પૂર્ણ થઈ ન હતી.












Click it and Unblock the Notifications
