India Corona Updates: ભારતમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 ના 162 કેસ નોંધાયા, ગુજરાતમાં 34 કેસ
India Corona Updates: INSACOGના શુક્રવારના રોજ અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 162 કેસ મળી આવ્યા છે, જેમાં કેરળમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાત 34 છે.
કેટલાંક રાજ્યો છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો નોંધાવી રહ્યાં છે, અને નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધીમાં વાયરસના JN.1 પેટા પ્રકારની હાજરી શોધી કાઢી છે.

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર કેરળ (83), ગુજરાત (34), ગોવા (18), કર્ણાટક (આઠ), મહારાષ્ટ્ર (સાત), રાજસ્થાન (પાંચ), તમિલનાડુ (ચાર), તેલંગાણા (બે) અને દિલ્હી (એક) કેસ નોંધાયો છે.
નવા વર્ષ પહેલા, કેન્દ્ર અને રાજ્ય સરકારો તમામ જરૂરી પગલાં લઈને નવા કોવિડ વેરિઅન્ટ JN.1 પર નજર રાખી રહી છે. દેશમાં 28 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 145 જેટલા કોવિડ-19 સબ-વેરિયન્ટ JN.1 મળી આવ્યા છે.
તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી હોસ્પિટલોની સજ્જતાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારના રોજ રાજ્યના લોકો અને સંસ્થાઓને આગામી 10 થી 15 દિવસ સુધી સતર્ક રહેવા જણાવ્યું છે. કેરળમાં 78 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 34 કેસ નોંધાયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 ને તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને જોતા અલગ રુચિના પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ સાથે એમ પણ જણાવ્યું છે કે, તે ઓછું વૈશ્વિક જાહેર આરોગ્ય જોખમ ઊભું કરે છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 129 નવા કેસ નોંધાયા હતા, આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, JN.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 રહી છે.
નવા વર્ષની ઉજવણી પહેલા, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે ગુરુવારના રોજ રાજ્યના લોકો અને સંસ્થાઓને કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે આગામી 10 થી 15 દિવસ સુધી સતર્ક રહેવા જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા પહેલેથી જ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, JN.1 પેટા વેરિએન્ટને કારણે થયેલા કેસોની શોધને ધ્યાનમાં રાખીને કોરોનાવાયરસ પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવે, તેમ સાવંતે જણાવ્યું હતું.
છેલ્લા 9 દિવસમાં કોરોનાના કેસ - અમદાવાદમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 20 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 7 કોરોના કેસ નોંધાયા હતા. પાલડીમાં ત્રણ, ઘાટલોડિયા અને જોધરપુરમાં બે-બે કેસ નોંધાયા હતા. 21 ડિસેમ્બરના રોજ 6 નવા કેસ નોંધાયા હતા. નારણપુરા, નવરંગપુરા અને સરખેજ વિસ્તારમાં આ નવા કેસ નોંધાયા હતા.
22 ડિસેમ્બરના રોજ પણ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ કેસ અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં પણ નોંધાયા છે. 23 ડિસેમ્બરના રોજ કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં કેસ નોંધાયા હતા.
24 ડિસેમ્બરના રોજ 11 કેસ નોંધાયા હતા. સાદતીયમ, વટવા, થલતેજ, સાબરમતી અને જોધપુર વિસ્તારોમાં આના અહેવાલ છે. 25 ડિસેમ્બરના રોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ પાંચેય કેસ ખાડિયા, નારણપુરા, બોડકદેવ અને દરિયાપુર વિસ્તારમાં નોંધાયા હતા.
26 ડિસેમ્બરના રોજ કોરોનાના બે કેસ નોંધાયા હતા. આ બંને કેસ સરખેજ અને રાણીપમાં નોંધાયા હતા. જ્યારે એક વૃદ્ધનું મોત થયું હતું. 27 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં કોરોનાના 8 કેસ નોંધાયા હતા. આ તમામ કેસ નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારમાં નોંધાયા છે. અમદાવાદમાં 28 ડિસેમ્બરના રોજ કોરોનાના 10 કેસ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
