Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્પણ કર્યા એક જ દિવસમાં 2084 કરોડના વિકાસ કામોના ચેક

Chief Minister Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

Chief Minister Bhupendra Patel

આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂપિયા 735 કરોડ, સુરતને રૂપિયા 569 કરોડ, વડોદરાને રૂપિયા 172 કરોડ, રાજકોટને રૂપિયા 135 કરોડ તથા જામનગરને રૂપિયા 109 કરોડ તેમજ ગાંધીનગરને રૂપિયા 37 કરોડ, ભાવનગરને રૂપિયા 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ રૂપિયા 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા.

અ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, બ વર્ગને 36 કરોડ તથા ક વર્ગને પણ 36 કરોડ તેમજ ડ વર્ગની નગરપાલિકાઓને રૂપિયા 17 કરોડ મળી સમગ્રતયા 2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે.

આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે, તેવી પ્રતિતી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં G-20ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે G-20 દેશોને કરાવી છે.

પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ 10 ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાન મોદીએએ રાખ્યો છે, ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા આપણે નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કર્યું છે, અને જન જનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનું અભિયાન ઉપાડ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન-બદલાવનું મોટું કામ વડાપ્રધાન મોદીના દિશાદર્શનમાં નગરો-મહાનગરો-ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુખ સુવિધાના કામોથી થયું છે.

હવે વિકસિત ભારત@2047ના નિર્માણનાં વડાપ્રધાન મોદીના સંકલ્પમાં સ્વચ્છ, સુવિધાયુક્ત નગરો મહાનગરોના વિકાસથી ગુજરાતે વડાપ્રધાન મોદીના આ સંકલ્પને પણ હંમેશની જેમ લીડ લઈને પાર પાડવાનો છે, તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોકલવામાં આવેલી તમામ દરખાસ્તો અંગે શહેરી વિકાસ મંત્રી તરીકે હંમેશા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં એક જ વર્ષમાં બીજી વખત ચેક વિતરણ અંગેનો આવો મોટો કાર્યક્રમ યોજાયો છે.

શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારે શહેરી વિકાસ વિભાગના બજેટમાં થયેલા વધારા અંગે કહ્યું હતું કે, 2003માં રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ માત્ર 175 કરોડ રૂપિયા હતુ, તે ચાલુ વર્ષે 19670 કરોડ રૂપિયાથી પણ વધ્યું છે. એટલે કે સો ટકા કરતાં પણ વધુ રકમની વૃદ્ધિ થઈ છે. આ રકમનો આપણે નાગરિકોની સુખાકારી માટે માટે ખર્ચ કરીએ છીએ.

શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારે વધુમાં કહ્યું કે, આગામી વર્ષોમાં રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ, જળ વ્યવસ્થાપન, એસટીપી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી બધી જરૂરીયાતો લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હશે. તેનાથી આગળ વધીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ સિટિઝન સેન્ટ્રીક સેવાઓ પર ફોકસ કરી રહ્યાં છીએ.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, શહેરી વિકાસ વિભાગના સચિવ આર. જી. ગોહિલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ વહોનિયા, વિવિધ મહાનગરપાલિકાઓનાં મેયર્સ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, નગરપાલિકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખો, હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનરો તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X