ગ્રામ વિકાસ મંત્રીએ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કર્યુ!
બનાસકાંઠા જિલ્લાના રૂપપુરા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના રૂપપુરા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું હતું. ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગના નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે રૂા. ૫.૨૧ લાખના ખર્ચે નિર્માણ કરાયુ છે.

આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્લાન્ટમાં બાથરૂમ, રસોડા અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવી ભૂગર્ભ જળ રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાશે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૧૬ જેટલા નવા પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી છે. જેનાથી આ ગામોમાં ફાયદા થશે.
આ પ્રસંગે સાંસદ પરબત પટેલે જણાવ્યું હતુ કે, આ ગ્રે-વોટર ટ્રીટમેન્ટમાં શુદ્ધ થયેલ પાણીનો ગ્રામજનો ઉપયોગ કરી શકશે. તેમણે લોકોને પર્યાવરણની જાળવણી કરવાનું અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકારે છેલ્લા ૮ વર્ષમાં કરેલ લોકહિતલક્ષી કાર્યોને યાદ કરાવ્યા હતા.












Click it and Unblock the Notifications
