Gujarat Coronavirus Controversy: સાગર શાહ નામના આ યુવાને હોસ્પિટલની પોલ ખોલી નાખી
Gujarat Coronavirus Controversy: સાગર શાહ નામના આ યુવાને હોસ્પિટલની પોલ ખોલી નાખી
અમદાવાદઃ કોરોના વાયરસ મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલેથી વધુ એક બેદરકારીનો મામલ સામે આવ્યો છે. સાગર શાહ નામનો 30 વર્ષીય યુવકના પિતા કિશોરભાઈ હિરાલાલ શાહનું 16મી મેના રોજ મત થતાં સાગર હજી શોકમાં ડૂબ્યો હતો કે એટલામાં તેના ફોનમાં એક મેસેજ આવ્યો, જેમાં લખેલું હતું કે "કિશોરભાઈ હીરાલાલ શાહને 30મી મેના રોજ કોવિડ-19 હોસ્પિટલ, અસારવા, અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે."
Recommended Video

મેસેજ વાંચીને ગુસ્સે ભરાયેલા સાગરે કહ્યું, "હું શોક અને દુઃખમાં હતો. હું સમજી ગયો હતો કે આ હોસ્પિટલની બેદરકારીનું વધુ એક ઉદાહરણ છે. મેં 16મી મેના રોજ જ મારા પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમના ફોટા પણ પાડ્યા હતા."

સાગર શાહે પોલ ખોલી
દરિયાપુરમાં પોતાનાભાઈ સાથે ટ્યૂશન ટીચર તરીકે કામ કરતા સાગર શાહે વીડિયો ક્લિપ રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી, આ વીડિયો ક્લિપમાં સાગરે હોસ્પિટલ પર પોતાની ભડાસ કાઢી અને ઘોર બેદરકારીનું બીજું ઉદાહરણ નાગરિકો સમક્ષ રાખ્યું છે.

ડૉક્ટરે જવાબ આપ્યો
આ મામલે કોવિડ-19 હોસ્પિટલના સ્થાનિક મેડિકલ ઑફિસર ડૉ. સંજય કાપડિયાએ જવાબ આપતા કહ્યું કે, "એક જ નામના બે દર્દી હોવાના કારણે આ ગેરસમજણ પેદા થઈ હતી." તેમણે કહ્યું કે ડેટા એન્ટ્રીમાં એરર હતી અને બાદમાં સર્વર ડાઉન થતાં બધી ગૂંચવણ ઉભી થઈ હતી.

અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે
એક દિવસ અગાઉ આવો જ એક કેસ સામે આવ્યો હતો જ્યારે નિકોલના રહેવાસી નિલેશ નિકતેને પોતાના સસરા દેવરામ ભિમસિકરેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી ફરીથી નોન કૉવિડ વોર્ડમાં ટ્રાન્સફર કર્યા હોવાનો કોલ આવ્યો હતો. જો કે 29મી મેના રોજ જ દેવરામભાઈ મૃત્યુ પામ્યા હતા અને નિલેશે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હોય આવો મેસેજ આવતાં તે પણ આશ્ચર્ય પામ્યો હતો.












Click it and Unblock the Notifications
