સાણંદ ખેડૂતો પર લાઠીચાર્જ મામલાએ લીધો રાજકીય રંગ

Posted By:
Subscribe to Oneindia News

સાણંદ સહિત નળકાંઠાના 35 થી વધુ ગામોને સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે સાણંદના ઉપરદળ ગામથી ગાંઘીનગર સુઘી ખેડુત સિંચાઈ માટે અઘિકાર રેલી નીકાળી હતી. જો કે આ રેલીને તંત્ર દ્વારા મંજૂરી નહતી આપવામાં આવી. જેના કારણે રેલી નીકળે તે પહેલાં જ પોલીસે 14 થી વઘુ ખેડૂત આગેવાનોની કરી અટકાયત. તે બાદ પણ કેટલાક લોકો રેલી નીકાળવાનો પ્રયાસ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. અને પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ પોલીસે 45 જેટલા ખેડૂતોની અટક કરી હતી.

Read also: સાણંદમાં પોલીસ અને ખેડૂતો આવ્યા આમને સામને, થયો પથ્થરમારો

જો કે આ ઘટના પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પાસ કન્વીનર હાર્દિક પટેલથી લઇને વિપક્ષ કોંગ્રેસ આ મામલે સરકારને આડે હાથે લીધી છે. અને સરકારની તાનાશાહી પર ચોટદાર ટિપ્પણી કરી છે. ત્યારે આ મામલે કોણે શું કહ્યું જાણો અહીં...

કોંગ્રેસ

કોંગ્રેસ

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ અંગે પોતાનુ નિવેદન આપતા કહ્યું છે કે સાણંદના ખેડુતો પાક નિષ્ફળ ન જાય તે માટે પાણીના માંગણી કરી રહ્યા હતા તેમની પર લાઠીચાર્જ કરીને ભાજપે ખરેખરમાં ખોટું કર્યું છે. ભરત સિંહ સોલંકી પણ ખેડૂતોના લાઠી ચાર્જ અને અટકની વાતને વખોડતા ભાજપને ખેડૂત વિરોધી પક્ષ જણાવ્યો હતો. અને આવનારા સમયમાં આ અંગે ઉગ્ર રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

અલ્પેશ ઠાકોરે

અલ્પેશ ઠાકોરે

SC, ST, OBC એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ખેડૂતો પર કરવામાં આલેવા લાઠીચાર્જ પર સાણંદ બંધનું એલાન આપ્યું છે. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી કે ત્રણ દિવસમાં ખેડૂતોને પાણી પુરુ પાડવામાં નહીં આવે તો તે ઉગ્ર વિરોધ કરશે.

હાર્દિક પટેલ

તો આ તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાણંદમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જને, ખેડૂતો અને સામાન્ય લોકોનો અવાજ દબાવવાનો સરકારનો પ્રયાસ અને નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર તરીકે ગણાવ્યો હતો.

ભાજપ

ભાજપ

જો કે આ મામલે ભાજપના કોઇ નેતાની હજી સુધી પ્રતિક્રિયા નથી આવી. જો કે તે હકીકત છે કે પહેલા નલિયા સેક્સકાંડ હવે ખેડૂતોમાં લાઠીચાર્જ ભાજપની મુશ્કેલીમાં એક પછી એક વધારો કરી રહ્યા છે. તો બીજી તરફ તે વાત પણ એટલી જ સાચી છે કે ગુજરાતમાં ખેડૂતો નોટબંધી બાદ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. નર્મદાના નીર આવ્યા બાદ પણ અનેક જગ્યા વારંવાર નહેરો તૂટી જતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયા રાખે છે. અને તેના કારણે જ ખેડૂતોને યોગ્ય સમયે પાણી નથી મળી રહ્યું.

English summary
Sanand police lathi charge on farmer. Congress, Hardik Patel and Alpesh thakor reaction on it.
Please Wait while comments are loading...