છોટા ઉદેપુરના સંખેડામાં ATM તોડી તસ્કરોએ કરી ચોરી

Subscribe to Oneindia News

ગુજરાતમાં હાલમા ઠંડા પવનોને કારણે શિયાળાએ બરાબર જમાવટ કરી છે ત્યારે ઠંડીના કારણે માણસોની અવરજવર ઓછી થઈ જતા તેનો લાભ તસ્કરો લઈ રહ્યા છે. છોટા ઉદેપુરમાં આવેલા સંખેડામાં ગત મધ્ય રાત્રિએ તસ્કરોએ સંખેડાના બહાદુરપુર ગામના બજારમાં આવેલું એટીએમ તોડ્યું હતું. ઉપરાંત ચાલાક તસ્કરોએ ચોરી કરતા પહેલા એટીએમમાં રહેલા સીસીટીવી કેમેરા ઉપર કાગળને સેલોટેપથી ચોંટાડી દીધા હતા.

Gujarat

આથી આ ઘટનામાં ચોરના કોઈ કરતૂતો સીસીટીવીમાં ઝીલાયા નથી. ન તો ચોરના ચહેરા જોવા મળ્યા છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોર ટોળકી આ વિસ્તારથી પરિચિત હશે કારણ કે બીઓબીની કેશવાન દ્વારા ગત સાંજે જ એટીએમમાં કેશ નાખવામાં આવી હતી. અને ચોર ટોળકીએ ગત રાત્રે જ હાથ સાફ કર્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ હતું કે ચોરે શટર ઉંચુ કરીને એટીએમમાં ઘૂસ્યા હતા. આથી હવે એટીએમની આસપાસમાં સીસીટીવી હશે તો તેની તપાસ કરવામાં આવશે. હાલમાં તપાસ થઈ રહી છે કે ચોર કેટલી મત્તા લૂંટી ગયા છે.

English summary
Sankheda : ATM looted by thieves. Read more Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.