'ગુજરાતના સાંસદોએ લીધા વિકસિત ગામડાંને દત્તક'
અમદાવાદ, 22 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતમાં કેટલાક સાંસદોએ જે પ્રકારના ગામડાઓને દત્તક લીધા છે તેને લઇને કોંગ્રેસે તીર તાક્યું છે. કોંગ્રેસનો દાવો કર્યો છે કે ગામ પહેલાંથી જ વિકસિત છે, જો કે સંબંધિત સાંસદોએ આ આરોપોને નકારી કાઢ્યાં છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારના ત્રણ મુદ્દા પ્રકાશમાં આવ્યા છે જ્યાં દત્તક લીધેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પહેલાંથી સારી છે, તેમછતાં સાંસદોએ આ ગામડાંઓને દત્તક લીધા. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લામાં ઉગામેદી ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધું છે.
આ ગામના સરપંચ વિનુભાઇ અંગદનું કહેવું છે કે નદીઓને જોડવાનો પ્રોજેક્ટના લીધી આ ગામ એક પર્યટન સ્થળના રૂપમાં વિકસિત થઇ ચૂક્યું છે તથા ગામવાળાઓને હિરા ઉદ્યોગ તથા કૃષિ ક્ષેત્રની ગતિવિધિઓ દ્વારા સારી કમાણી થાય છે.
ગામમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્ન પર તેમણે કહ્યું ''અમારું ગામ ગ્રામીણો દ્વારા જ વિકસિત કરવામાં આવ્યું છે, પરંતુ હવે તેને કેટલીક સરકાર મદદ પણ મળવી જોઇએ. અમે અમારા સાંસદ મનસુખ માંડવિયાને આ ગામ દત્તક લેવાનો આગ્રહ કર્યો હતો જેથી તેને આખા દેશ માટે આદર્શ ગામ બનાવવામાં આવી શકે. તેમણે આ ગામને દત્તક લીધું.

ગુજરાતની ખેડા સીટ પરથી લોકસભાના સભ્ય દેવસિંહે ચૌહાણે અમદાવાદમાં મટાર તાલુકાના વાહેલાલ ગામને દત્તક લીધું છે જે પહેલાંથી જ 'વિકસિત' છે. ગ્રામ પંચાયતના એક પદાધિકારીના અનુસાર વાહેલાલને એનઆરઆઇના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં મોટાભાગના પરિવાર અમેરિકા અને બ્રિટનમાં વસે છે.
એક અધિકારી સંજય પટેલે કહ્યું ગામની વસ્તી ચાર હજાર છે અને અહીં રસ્તાઓ અને બીજી સુવિધાઓ છે, જો કે તેમના સુધારાની જરૂરિયાત છે. અહીં હોસ્પિટલ અને સ્કુલ પણ છે. કચ્છથી સાંસદ વિનોદ ચાવડાએ પણ કચ્છ જિલ્લાના સુવાઇ ગામને દત્તક લીધું છે જ્યાં પહેલાંથી જ લોકોને 24 કલાક વિજળી મળી રહી છે.
આ ગામના સરપંચ મોતીલાલ ભચાઉએ કહ્યું અમારા ત્યાં રસ્તાઓ, વિજળી અને સ્વાસ્થ્ય કેન્દ્ર તથા સ્કુલો જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ છે. કોંગ્રેસે તેને લઇને સાંસદો પર નિશાના સાધતાં કહ્યું કે તે લોકોને ગુમરાહ કરીને પોતાના હાઇ કમાન્ડના રસ્તાનું અનુસરણનું રહે છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું, ગુજરાતના સાંસદ પણ તે કરી રહ્યાં છે જે તેમના હાઇકમાંડે ગત 12 વર્ષોથી કર્યું છે, તે તથ્યો છુપાવવા અને અસત્યને તોડીમરોડીને રજૂ કરવાનું જાણે છે. આ સંબંધિત સાંસદોએ આ આરોપોથી મનાઇ કરી દિધી છે તેમણે વિકસિત ગામને દત્તક લીધું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
