Sardar Sarovar dam : નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, 27 ગામોને એલર્ટ કરાયા

Sardar Sarovar dam : આ સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે આ નિર્ણય લેવાયો છે.

હાલમાં ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરની અત્યંત નજીક છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 40 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે અને ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Sardar Sarovar dam

પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના 23 ગેટ 2.50 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલા કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

વરસાદ અને પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X