સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી
Sardar Sarovar Narmada Dam: ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો. ભારે વરસાદના કારણે 24 કલાકની અંદર સરદાર ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમમાં 2,22,059 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો લાઇવ જથ્થો 1870.40 MCM છે. ઉપરવાસ અને છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીનીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં પાણીની આવક થતા RBPH CHPH પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યો છે. ચોમાસાના આરંભે જ નર્મદા ડેમ 60 ટકા ઉપર સુધી ભરાઈ ગયો. 12 દિવસ પહેલા ડેમમાં 68,786 ક્યુસેક પાણીની આવક હતી અને સપાટી 121.40 મીટરે પહોંચી હતી. જો કે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને પગલે હાલમાં જળસ્તરમાં વધારો થતા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી છે.
Narmada Dam: નર્મદા ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, જુના સાયર, દરિયાપુરા, ઝાંઝડ, કંજેઠા, સાગરોલ તથા ઓઝ, મોલેથા, સોમજ, દેલવાડા, કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી સહિતના ગામનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંઘાયો છે. જેમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ અને વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો.












Click it and Unblock the Notifications
