આજે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેસની સુનવણી ટળી જાય તે માટે રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે ગુજરાત સરકારે 8 ઑક્ટોબરે એક વરિષ્ઠ અધિકારીને દિલ્હી મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 9 વર્ષથી લોકાયુક્તની નિયુક્તિ કરવામાં આવી નથી. રાજ્યપાલે 26 ઓગસ્ટ, 2011ના રોજ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને લોકાયુક્તની નિયુક્તિ કરી હતી. આ મુદ્દે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ ગોકાણીની બેંચે જુદો જુદો મત આપતા ત્રીજા મત તરીકે જસ્ટિસ વી એમ સહાયનો મત મેળવવામાં આવ્યો હતો. જસ્ટિસ સહાયે જસ્ટિસ કુરેશીના મતને સાચો ગણાવતા રાજ્ય સરકાર જાન્યુઆરી 2012માં સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી.












Click it and Unblock the Notifications
