For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુલસી કેસમાં સુપ્રીમ કોર્ટે અમિત શાહને આપી મોટી રાહત

By Super
|
Google Oneindia Gujarati News

amit shah
નવીદિલ્હી, 17 ઑક્ટોબરઃતુલસી પ્રજાપતિ ફેક એન્કાઉન્ટ કેસમાં કથિત સંડોવણી સંબંધિત ટ્રાયલ કોર્ટમાં અમિત શાહ સામે ચાલી રહેલી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, જેના કારણે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ માટે મોટી રાહત છે. કોર્ટના આદેશ અનુસાર તુલસી કેસમાં આગામી 23 નવેમ્બર સુધી અમિત શાહની ધરપકડ કરી શકાશે નહીં.

આ સાથે જ જસ્ટિસ પી સથાસિવમ અને જસ્ટિસ રંજન ગોગોઇની બેન્ચ દ્વારા સીબીઆઇે નોટીસ પાઠવવામાં આવી છે કે સૌહરાબુદ્દિન ફેક એન્કાઉન્ટ કેસના ભાગરૂપે તુલસી ફેક એન્કાઉન્ટર કેસને જોવામાં આવે અને બન્નેની સુનાવણી એકસાથે કરવામાં આવે. તેમજ આગામી 23 નવેમ્બર સુધી તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહ સામેની તમામ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે.

અત્રે નોંધનીય છે કે, અમિત શાહ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતોગીએ એવી દલીલ કરી હતી કે સૌહરાબુદ્દિન ફેક એન્કાઉન્ટર કેસની તપાસ દરમિયાન આ કેસ પ્રકાશમાં આવ્યો હોવાથી તુલસી પ્રજાપતિ કેસમાં અલગથી એફઆઇઆર દાખલ કરવાની જરૂર નથી. તેમજ સૌહરાબુદ્દિન શેખ હત્યા કેસના બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ તરીકે પ્રજાપતિ હત્યા કેસને ચલાવવામાં આવે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવે.

સૌહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત શાહ પર ગુજરાતમાં આવવા પરનો પ્રતિબંધ હટાવ્યાના એક મહિના કરતા પણ ઓછા સમયમાં આ આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ પછી અમિત શાહ જોશીલા સ્વાગત સાથે ગુજરાત પરત ફર્યા હતા.

અત્રે એ વાત નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રીને આ રાહત આપવામાં આવી છે. જો કે, હવે જોવાનું એ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહને ટીકિટ આપવામાં આવે છે કે નહીં.

English summary
SC stays proceedings against former Gujarat Home Minister Amit Shah in Tulsiram Prajapati murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X