હાર્દિક પટેલને આજે અમદાવાનની કોર્ટમાં રજૂ કરાશે

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના સંયોજક એવા હાર્દિક પટેલને સુરતમાં જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ અમદાવાદ પોલિસે તેની ટ્રાન્સફર સુરત કોર્ટ પાસેથી માંગી હતી. જે મળતા શુક્રવાર રાતે તેને સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આજે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે. જો કે તે પહેલા આજે સવારે હાર્દિક પટેલને મેડિકલ ચેકઅપ માટે વી.એસ. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. વધુમાં હાર્દિકના માતા-પિતાને પણ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલને મળવા દેવાની છૂટ આપી હતી.

hardik patel

નોંધનીય છે કે હાર્દિક પટેલ પર સુરત બાદ અમદાવાદમાં પણ રાજદ્રોહનો આરોપ લગાવામાં આવ્યો છે. તેની સાથે તેના પાંચ સાથીઓ કેતન, ચિરાગ, દિનેશ, અમરિષ અને અલ્પેશ પર પણ રાજદ્રોહનો આરોપ લગાવામાં આવ્યો છે.

હાર્દિક પટેલ અને તેના સાથીઓ પર ક્રાઇમ બ્રાન્ચ પાછલા 3 મહિનાથી ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. પોલિસનો આરોપ છે કે આ લોકોએ તેમના સમાજના લોકોને તોફાનો કરવા માટે ઉશ્કેર્યા છે. જે બાદ પોલિસે તેમની પર ભડકાઉ ભાષણ, સરકાર સામે ષડયંત્ર રચવા અને રાજદ્રોહ જેવા સંગીન આરોપ લગાવ્યા છે. ત્યારે હાર્દિકને અમદાવાદ લઇને પહોંચેલી પોલિસનો આ વીડિયો જુઓ અહીં.

English summary
Sedition Case: Ahmedabad Police Produced Hardik Patel In Court

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.