For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકે ફરી કાઢ્યો ફોઇબાનો વાંક, જાણો શું છે મુદ્દો

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એક એવી મુંઝવણ આવી ગઇ છે કે જ્યાં સત્તા પક્ષ અને પટેલ સમાજ માર્ગ કાઢવાની વાત કરે છે ત્યાં હાર્દિક પટેલનું મોઢું વંકાય છે. કંઇ કરો તોય દુખ અને કંઇ ના કરો તોય. પાસ કન્વીનર હાર્દિક પટેલને આજે કઠોર કોર્ટમાં રજૂ કરાયો. આ સમયે લાજપોર જેલની બહાર નીકળી રહેલા હાર્દિકે મીડિયાને કહ્યું કે ચાર્જશીટ પછી કેવું સમાધાન, સરકાર રાજ્યમાં નક્સલવાદ ફેલાવી રહી છે. તેણે એમ પણ કહ્યું કે સમાજના મોભીઓ જ સમાનને નુક્શાન પહોંચાડે છે.

નોંધનીય છે કે કાલે જ રાજદ્રોહના આરોપમાં હાર્દિક પટેલ સમક્ષ ચાર્જશીટ દાખલ થઇ હતી. અને આજે કામરેજ હાઇવે નજીકના ચક્કાજામ કેસમાં પણ ચાર્જશીટ દાખલ થવાની હતી. ત્યારે હાર્દિકનું આ નિવેદન વિવાદ સર્જ્યો છે. ફરી એક વાર હાર્દિકે ફોઇબાના વાંક કાઢ્યો છે. પણ આ વાતમાં સિક્કાની એક બીજી બાજુ પણ છે તે વિષે જાણો અહીં.....

ફોઇબાના પટેલપણાં પર શક

ફોઇબાના પટેલપણાં પર શક

હાર્દિક થોડા દિવસ પહેલા જ જેલમાંથી પત્ર લખીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પટેલપણાં પણ સવાલ કર્યો હતો. તેને કહ્યું હતું કે પટેલ સમાજને સ્વાર્થી અને ચોર કહો છો તો તમે કેવા પટેલ છો.

પછી સમાધાનની વાત

પછી સમાધાનની વાત

જો કે સુરતમાં હાલમાં જ હાર્દિકે સરકાર અને પટેલો વચ્ચે સમાધાનની વાતને સ્વીકારી હતી. અને પાટીદારો આ માટે કરીને એક મહિનો કોઇ નવો હંગામો ના કરવાની પણ વાત કરી હતી. અને સામે પક્ષે રાજ્ય સરકારે પણ પટેલો સામે 150 કરતા વધુ કેસો પાછા લીધા હતા.

હાર્દિકે સમાજના આગેવાને પણ લીધા બાનમાં

હાર્દિકે સમાજના આગેવાને પણ લીધા બાનમાં

હાર્દિકે સમાજના આગેવાનો જ સમાજનું નુક્શાન કરી રહ્યા છે તેવો આરોપ મૂક્યો છે. જે બાદ પટેલ સમાજના લોકો અસમંજસમાં મૂકાયા છે કે કોનું સાંભળવું સમાજના આગેવાનનું કે હાર્દિકનું? કે પછી વધુ સ્પષ્ટ કહીએ તો પોતાના છોકરાને છોડવાનો કે હાર્દિકને?

સરકારનું વલણ

સરકારનું વલણ

જો કે સામે પક્ષે હાર્દિકની આ ટીપ્પણી બાદ કેબીનેટ મંત્રી નીતિન પટેલ સમાધાનના મુદ્દે ભાર મૂકતા કહ્યું કે ચાર્જશીટ દાખલ કરવીએ ન્યાયીક પ્રક્રિયા છે. પણ સમાધાનના દ્વાર બંધ નથી થયા.

હાર્દિકનું વલણ

હાર્દિકનું વલણ

નોંધનીય છે કે હાર્દિકનું વલણ વારંવાર બદલાતું રહે છે. જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે વાત હતી અનામતને જ નાબૂદ કરો પછી કહ્યું ના પટેલોને અનામત આપો. પછી જેલમાં જઇને કહ્યું કોઇ આ આંદોલન નહીં રોકી શકે પણ સમાધાનની વાતમાં પણ હા ભરી અને જ્યારે લાગ્યું કે કાનૂનના હાથ લાંબા છે એટલી સરળતાથી તો જેલમાંથી બહાર નહીં નીકળાય તો પાછી મારી પલ્ટીને કાઢ્યો ફોઇબાનો વાંક!

English summary
See What Hardik Patel Says about Anandiben Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X