For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સેમાં 14 મહિનામાં સૌથી મોટો ઉછાળો, 500 પોઇન્ટ વધારો

|
Google Oneindia Gujarati News

BSE
મુંબઇ, 21 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણયોને પગલે ભારતના માર્કેટમાં તેજી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સે એક જ દિવસમાં 500 પોઇન્ટનો વધારો નોંધાવ્યો હતો. છેલ્લા 14 મહિનામાં આ સૌથી મોટો એક દિવસીય ઉછાળો હતો.

સરકારે રિટેલ, એવિએશન અને બ્રોડકાસ્ટ ક્ષેત્રમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇને આપેલી મંજૂરીને પગલે માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની અસરમાં સવારથી જ માર્કેટ વધારા સાથે ખૂલ્યા હતા. જેના કારણે દેશમાં સર્જાયેલી રાજકીય સ્થિતિ છતાં પણ માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સરકારે સ્થાનિક કંપનીઓ વિદેશમાંથી લોન લઇ શકવાને આપેલી મંજૂરીને પગલે આગામી સમયમાં સુધારાઓ અંગે સકારાત્મક આશા બંધાઇ હતી.

તેજીને પગલે એનએસઇ પણ વધીને 5700ની નોંધપાત્ર સપાટીએ પહોંચ્યો હતો. બપોરે 2 વાગે સેન્સેક્સ 415 પોઇન્ટના વધારા સાથે 18,765ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 138 પોઇન્ટ વધી 5,692 પોઇન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.

English summary
Center governments recent decision make market sees rally. Sensex witnessed highest jump of 500 points in singal day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X