For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં એક હોટેલે ડુંગળી આપવાની પાડી ના!

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રિવર્સ દાંડીયાત્રાને મંજૂરી નહીં, નવસારી તંત્ર સાબદું કરાયું

રિવર્સ દાંડીયાત્રાને મંજૂરી નહીં, નવસારી તંત્ર સાબદું કરાયું

13મી સપ્ટેમ્બરે હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે અનામતની માંગ સાથે રિવર્સ દાંડી યાત્રા નીકાળવાની જાહેરાત કરી હતી. પણ જિલ્લા કલેક્ટરે આ રેલીને માટે મંજૂરી નથી આપી. જે બાદ નવસારીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ ગઇ છે. તો સામે પક્ષે સરકારી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. અને સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

હાર્દિક પટેલે પાલનપુરના ઘારાસભ્ય મહેશ પટેલ ફૂલ આપ્યું!

હાર્દિક પટેલે પાલનપુરના ઘારાસભ્ય મહેશ પટેલ ફૂલ આપ્યું!

શુક્રવારે બપારે હાર્દિક પટેલ પાલનપુરના ઘારાસભ્ય મહેશ પટેલને ગાંધીગીરીના ભાગરૂપે ફૂલ આપી અનામત આંદોલન માટે સમર્થન માંગ્યું. જો કે પાલનપુર આવવા છતાં પાલનપુરના પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક ન કરવાના કારણે પાલનપુરના પાટીદાર અગ્રણીઓએ અણગમો વ્યક્ત કર્યો હતો.

 અમદાવાદમાં પણ પર્યૂષણ નિમિત્તે કતલખાના અને માંસ બંધ

અમદાવાદમાં પણ પર્યૂષણ નિમિત્તે કતલખાના અને માંસ બંધ

અમદાવાદમાં પણ પોલિસ કમિશ્નર શિવાનંદ ઝાએ જાહેરનામું રજૂ કરીને તારીખ 10મી થી 17મી સપ્ટેમ્બર સુધી પર્યૂષણ તહેવાર નિમિત્તે કતલખાનમાં મૂંગા પશુઓને મારવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. અને આ સમય દરમિયાન આવું કરનાર સામે કાનૂની પગલા લેવાની પણ ચિમકી પણ ઉચ્ચારી છે.

રાજકોટની સમ્શાનમાં ભર રાતે થયો હાઇવોલ્ટેઝ ડ્રામા!

રાજકોટની સમ્શાનમાં ભર રાતે થયો હાઇવોલ્ટેઝ ડ્રામા!

રાજકોટના જેતપુરના સમ્શાનગૃહમાં 25 વર્ષના યુવાન મુન્ના પંડ્યાની મોત બાદ તેના અંતિમ સંસ્કાર માટે તેને સમ્શાનગૃહ લાવવામાં આવ્યો હતો. જો કે તેના મિત્રોને તેના જીવતા હોવાનો ભાસ થતા પોલિસ અને ડોક્ટરને બોલવામાં આવ્યા હતા અને તપાસ કરાઇ હતી. જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કરતા તેને અગ્નિદાહ અપાયો હતો.

નવરાસીમાં OBC સમાજ હાર્દિક વિરુદ્ઘ રેલી કાઢવા માંગી મંજૂરી

નવરાસીમાં OBC સમાજ હાર્દિક વિરુદ્ઘ રેલી કાઢવા માંગી મંજૂરી

નવસારીમાં હાર્દિક પટેલની રિવર્સ દાંડી યાત્રાના વિરોધમાં ઓબીસી સમાજના લોકોએ હાર્દિકની યાત્રાના સમાંતર રેલી નીકાળવા માટે જિલ્લા કલેક્ટરને અરજી આપી રેલી નીકાળવાની મંજૂરી માંગી.

મહેસાણામાં 6 વર્ષની બાળકીનો સાથે આધેડ કર્યો બળાત્કાર

મહેસાણામાં 6 વર્ષની બાળકીનો સાથે આધેડ કર્યો બળાત્કાર

મહેસાણા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સૂતેલી 6 વર્ષની બાળકી પર હોટેલમાં કામ કરતા એક વ્યક્તિએ બાળાત્કાર કર્યો. જે બાદ બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહેસાણામાં ગૃહપ્રધાન રજની પટેલને, પટેલોએ આપ્યો જાકારો

મહેસાણામાં ગૃહપ્રધાન રજની પટેલને, પટેલોએ આપ્યો જાકારો

પટેલના ગઢ ગણાતા મહેસાણામાં ગૃહરાજ્ય પ્રધાન રંજની પટેલનો તેમના જ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ રંજની પટેલે જ્યારે પોલિસ દ્વારા હાર્દિક પટેલ અને પાટીદાર મહિલાઓને અંદર આવતી અટકાવામાં આવી. ત્યારે પોલિસ અને પાટીદાર સમાજ વચ્ચે ધર્ષણ થયું.

સાંબરકાંઠામાં પણ રમણલાલ વોરાના કાર્યક્રમનો પટેલો કર્યો બહિષ્કાર

સાંબરકાંઠામાં પણ રમણલાલ વોરાના કાર્યક્રમનો પટેલો કર્યો બહિષ્કાર

સાબરકાંઠામાં રાજ્યમંત્રી રમણલાલ વોરાના કાર્યક્રમનો પણ પાટીદાર સમાજ દ્રારા બહિષ્કાર કરતા તેમના આ કાર્યક્રમમાં કેટલીક ખુરશીઓ ખાલી જોવા મળી હતી. વળી પાટીદારોએ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં એક હોટેલે ડુંગળી આપવાની પાડી ના!

રાજકોટમાં એક હોટેલે ડુંગળી આપવાની પાડી ના!

ડુંગળીના આસમાને જતા ભાવની અસર હવે હોટલોના ખાવા પીવા પર પણ દેખાવા લાગી છે. રાજકોટની એક હોટેલે જમવામાં ગ્રાહકોને ડુંગળીનું કચૂંબર ના આપવાની જાહેરાતો લગાડી છે. જે બતાવે છે કે ડુંગળી સામાન્ય લોકો સાથે હવે હોટેલવાળાઓને પણ રોવડાવી રહી છે.

પાલિતાણામાં યુવકે 3જા માળેથી પડતું મૂક્યું

પાલિતાણામાં યુવકે 3જા માળેથી પડતું મૂક્યું

પાલિતાણામાં મારુતિ કોમ્પલેક્ષમાં રહેતા સુરેશભાઇ નામના 38 વર્ષીય યુવકે ત્રીજા માળેથી પડતું મૂકતા તેમનું ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પોલિસે આ મામલો આત્મહત્યાને છે કે હત્યા તે અંગે વધુ તપાસ આદરી છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ યોજ્યો સંગમ યુથ ફેસ્ટીવલ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ યોજ્યો સંગમ યુથ ફેસ્ટીવલ

ગુજરાત યુનિવર્સિટીની સાઉથ ઝોનની કોલેજમાં સુગમ યુથ ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 27 સ્પર્ધાઓમાં 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વધુમાં રંગોળી, ગીતો અને નૃત્યની વિવિધ સ્પર્ધાઓનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં હિરાના વેપારી પર હુમલો, 3 લાખ રૂપિયાની લૂંટ.

ભાવનગરમાં હિરાના વેપારી પર હુમલો, 3 લાખ રૂપિયાની લૂંટ.

ભાવનગરમાં ભયાની વાડી વિસ્તારમાં હિરાના વેપારી પર બે અજાણ્યા લોકોએ હુમલો કર્યો. લાકડી અને ધોકાથી માર મારી તેમણે આ વેપારી પાસેથી 3 લાખના હિરાનો માલ લૂંટી લીધો.

ભચાઉ પાસે થયો થ્રીપલ અકસ્માત, 4ના મોત

ભચાઉ પાસે થયો થ્રીપલ અકસ્માત, 4ના મોત

કચ્છના ભચાઉ પાસે આવેલ નાની ચિરાઇના નેશનલ હાઇવે આઠ પર થ્રીપલ અકસ્માત સર્જાયો. ટ્રકો વચ્ચે થયેલા આ ગોજારા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

ગોધરામાં 49 લાખનો દારૂ પકડાયો

ગોધરામાં 49 લાખનો દારૂ પકડાયો

પંચમહાલના ગોધરામાં ક્રાઇમ બ્રાંચની ટીમે 49 લાખનો દારૂ જપ્ત કર્યો છે. દારૂની લગભગ 722 પેટીઓ પોલિસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ક્રોંગ્રેસ આ દારૂ પંચમહાલના બીજેપી ઘારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણના પુત્રનો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જો કે બીજેપી આ વાતને નકારી છે.

English summary
September 12: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X