For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વસ્ત્રાપુરની રેવ પાર્ટી પર પોલિસે રેડ પાડી

વસ્ત્રાપુરની રેવ પાર્ટી પર પોલિસે રેડ પાડી

વસ્ત્રાપુર વિસ્તારમાં જજીસ બંગલા રોડ પાસે બાતમીના આધારે નાર્કોટિક્સ વિભાગે પાડેલા રેડમાં પોલિસે દારૂના નશામાં જૂમતા 11 નબીરાઓ અને બે યુવતીઓની અટક કરી છે.

રાજકોટમાં અનામત માટે આત્મહત્યા કરવાના કેસ આવ્યો વળાંક

રાજકોટમાં અનામત માટે આત્મહત્યા કરવાના કેસ આવ્યો વળાંક

રાજકોટમાં ઉમેશ પટેલ નામના યુવક પટેલોને અનામત આપો તેવી માંગ સાથે આત્મહત્યા કરી. જે બાદ પોલિસ તેની પાંચ પાનાની સુસાઇડ નોટ જપ્ત કરી છે. જો કે પોલિસને આ સુસાઇડ નોટ અને તેમાં લખેલી વાતો પર શંકા જતા પોલિસ વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ઉમેશે તેના વોટ્સઅપ પર પણ તે આત્મહત્યા કરવાનો છે તેવું લખ્યું હતું.

પટેલ યુવાનની આત્મહત્યાને ક્રોંગ્રેસ બનાવ્યો મુદ્દો

પટેલ યુવાનની આત્મહત્યાને ક્રોંગ્રેસ બનાવ્યો મુદ્દો

રાજકોટમાં પટેલ યુવાનની હત્યાને હવે ક્રોંગ્રેસ પોતાનો મુદ્દો બનાવ્યો છે. ક્રોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ન્યાયલય પણ માને છે કે મરતા સમયે કોઇ વ્યક્તિ જૂઠું ના બોલે. સુસાઇડ નોટ પણ મળી ગઇ છે. તેમ છતાં સરકાર માનવા તૈયાર નથી. અને કહે છે કે તપાસ બાદ જ આત્મહત્યાનું કારણ ખબર પડશે.

સૌરભ પટેલે નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી

સૌરભ પટેલે નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી

પ્રવાસન મંત્રી સૌરભ પટેલે નવી ટુરિઝમ પોલિસીને જાહેર કરી જે મુજબ વીજ કર અને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી 100 ટકાની મુક્તિ મળવાની સાથે ગાઇડોને સ્ટાઇપેન્ડ આપવાની અને કેપિટલ સબસીડી 15થી 30 ટકા સુધી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બીજેપી સાંસદે ડાયરામાં કર્યો નોટોનો વરસાદ

બીજેપી સાંસદે ડાયરામાં કર્યો નોટોનો વરસાદ

ચોરવાડમાં જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ ગણેશઉત્સવ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં નોટોની વર્ષા કરી. આ વીડિયો વાયરલ થતા તેમની ભારે નીંદા કરવામાં આવી હતી. જે મામલે હવે ભાજપે તેવી સ્પષ્ટતા આપી છે કે આ વર્ષોથી આ રીતે નોટોની વર્ષા કરવાની પરંપરા ચાલે છે. અને આ નાણાંનો ઉપયોગ લોકકાર્યમાં થાય છે.

અમદાવાદીઓ ગણપતિને ધૂમધામથી વળાવ્યા

અમદાવાદીઓ ગણપતિને ધૂમધામથી વળાવ્યા

રવિવારે, ગણેશ વિસર્જનના છેલ્લા મોટી સંખ્યામાં અમદાવાદીઓ ગણેશજીને વિસર્જન કર્યું. રિવરફ્રન્ટ પાસે પણ ક્રેનની મદદથી ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે તમામ ગણપતિ ભક્તોની તે જ આશ હતી કે આવતા વર્ષે પણ ગણેશપતિજીની આ જ રીતે સેવા ચાકરી કરવાનો મોકો મળે.

મોડાસા નજીક ટ્રેન અને સુમો વચ્ચે થયો અકસ્માત

મોડાસા નજીક ટ્રેન અને સુમો વચ્ચે થયો અકસ્માત

મોડાસા-નડીયાદ પાસે આવેલા ધનસુરા ગામ પાસે માનવરહિત ફાટક પર એક સુમો ગાડી અને ટ્રેન વચ્ચે જોરદારનો અકસ્માત થયો. જેમાં 9 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ.

મહેસાણામાં ડબર મર્ડર કેસ અને લૂંટફાટ કેસમાં આરોપી પકડાયા

મહેસાણામાં ડબર મર્ડર કેસ અને લૂંટફાટ કેસમાં આરોપી પકડાયા

મહેસાણામાં ધોળા દિવસે જીઆઇડીસીમાં આવેલા ફ્લેટમાં લૂંટ માટે ત્રાટકે ચોરો પરિણીતા અને તેના સસરાને લૂંટ બાદ મોતના ધાટ ઉતાર્યા હતા. જે મામલે પોલિસે હાલ બે લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. વધુમાં આ લોકો પાસેથી લૂંટનો સામન પણ મળ્યો છે.

પટેલોએ દિવો પ્રગટાવી આપી શ્રદ્ઘાજંલિ

પટેલોએ દિવો પ્રગટાવી આપી શ્રદ્ઘાજંલિ

પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતભરમાં અનેક સ્થળે કેન્ડલ માર્ચ નીકાળવામાં આવી. અને આમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાજંલિ અપર્વામાં આવી. ત્યારે અમદાવાદના રાણીપમાં પણ કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાજંલિ અર્પાઇ.

English summary
September 28: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X