ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતની સરહદ સજ્જ છે: નિતીન પટેલ

ગુજરાતની સરહદ સજ્જ છે: નિતીન પટેલ

ભારતીય સેનાના સ્પેશયલ કમાન્ડોએ પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક કરીને 38 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે બીજી તરફ, આ ઘટના બાદ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં કોસ્ટગાર્ડ, કસ્ટમ, નેવી સહિતની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે. અને કચ્છમાં બીએસએફને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. તેમજ કેન્દ્ર સરકારના આદેશને અનુસરીને પાકિસ્તાનની સરહદ પાસેના દસ કિલોમીટર વિસ્તારના ગામો ખાલી કરાવાવનો આદેશ પણ આપ્યો છે. ત્યારે આ અંગે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતની સીમાઓ આ તમામ પરિસ્થિતને જોતા સજ્જ છે.

યુવતી પર બળાત્કાર બાદ હત્યા થયાની આશંકા

યુવતી પર બળાત્કાર બાદ હત્યા થયાની આશંકા

રાજકોટ શહેરના કુવાડવા રોડ નજીક આવેલા નાળા નીચે યુવતીની લાશ મળી આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે પોલીસને લાગી રહ્યુ છે કે આ યુવતી પર બળાત્કરા આચરવામાં આવ્યો હશે. ત્યાર બાદ માથાના ભાગે બોથડ વસ્તુનો માર મારીને તેની હત્યા કરવામાં આવી છે. યુવતીના શરીર પર વીર્યના ડાઘ જોવા મળ્યા હતા. લાશમાંથી દુર્ગંધ આવતી હોઇ યુવતીની હત્યા બે દિવસ અગાઉ થઇ હોવાનું પોલીસ માની રહી છે.

વિસનગરના બીજેપી ધારાસભ્યની કાર ઉપર હુમલો

વિસનગરના બીજેપી ધારાસભ્યની કાર ઉપર હુમલો

વિસનગરના ભાજપાના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઇનોવા કાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. તેમજ સળગતા કાકડા પણ ફેંક્યા હોવાની ઘટના બની હતી. ધારાસભ્યએ આ હુમલા પાછળનું કારણ રાજકીય અદાવત જાહેર કર્યુ છે. તો જિલ્લાના પોલીસવડાએ આ ઘટનાની તપાસ મહેસાણા એલસીબીને સોંપી હુમલાખોરોને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરૂ કરાવી છે. નોંધનીય છે કે ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફરિયાદમાં જેના નામો અપાયા છે તે પૈકી રાજુભાઈ અંબાલાલ PAASનો સભ્ય હોઇ શકે અને પટેલ પરેશ સેવંતીલાલ વિસનગર નગપાલિકામાં કોગ્રેસ પાર્ટીનો કોર્પોરેટર છે.

પાટીદારોની રેલી સંદર્ભે ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પાટીદારોની રેલી સંદર્ભે ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આજે ભાવનગરમાં પાટીદારોની રેલીને લઈને ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પોલીસે તમામ આધુનિક હથિયારોથી સજજ વાહનો અને ઉચ્ચ અધિકારીઓ SP, DYSP, LCB, સહિત SOG તથા SRPની 2 ટુકડી પણ તૈનાત કરી દેવામા આવી છે. શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર બેરીકેટ્સ સાથે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેમજ શહેરમાં આવતા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. જીતુ વાઘાણીના અભિવાદન સમારોહ દરમિયાન જય પાટીદારની નારેબાજી થઈ હતી. અને તે સમયે પોલીસે કેટલાક યુવાનોની અટકાયત કરી હતી અને તે યુવાનોને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. અને કથિત રીતે પાટીદાર યુવાનોને માર મારનારા પોલીસ અધિકારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

સિદ્ધપુરમાંથી મૃત શિશુ મળી આવતા અરેરાટી

સિદ્ધપુરમાંથી મૃત શિશુ મળી આવતા અરેરાટી

સિદ્ધપુરના બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર પાસેથી નવજાત મૃત બાળક મળી આવતાં લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકોએ બાળકની માતા પર ફિટકાર વરસાવ્યો હતો. જોકે બાળકની માતા કયા સજોગોમાં બાળકને મૂકી ગઈ હતી તે બાબતે કોઈ જ જાણકારી મળી નહોતી. ઉલ્લેખનીય છે કે નાગવાસણથી નદીમાં સ્નાન કરવા આવેલ જીગ્નેશભાઇ તેમજ સિદ્ધપુરના પરાગભાઇ ઠાકરે આ શિશુને જોયુ હતું. તેમણે જોયું કે શિશુ મૃત છે અને તેની નાળ ઉપર હોસ્પિટલનું ટેગ લગાવેલું હતું. યુવાનો માને છેકે ટેગ દ્વારા પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો હોસ્પિટલમાંથી કોણ આ બાળકને મૂકી ગયું તેની માહિતી મળી શકે છે.

વાન ચાલકે બિભત્સ વીડિયો બતાવીને કર્યા અડપલા

વાન ચાલકે બિભત્સ વીડિયો બતાવીને કર્યા અડપલા

વલસાડમાં વાન ચાલકે 1૦ વર્ષીય વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવીને અડપલા કરતો હોવાની ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીનીએ સંકોચ સાથે પોતાની શિક્ષિકાને જણાવ્યું હતું કે વાન ચાલક પ્રકાશ પીઠવા તેને બિભત્સ વીડિયો બતાવી શરીર પર હાથ ફેરવે છે. અને આ વાતની જાણ કોઈને કરે તો મારી નાખશે તેવી ધમકી આપે છે. શિક્ષિકાએ આ વાતની જાણ આચાર્યાને કરતા આચાર્યએ વાન ચાલકને બોલાવ્યો હતો અને તેની પાસે લેખિતમાં માફી નામુ લીધું હતુ. જેમાં વાન ચાલકે કુલ ચાર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરવાની વાત સ્વીકારી હતી.

દીપડાએ બાળકીને ફાડી ખાતા ફેલાયો ડરનો માહોલ

દીપડાએ બાળકીને ફાડી ખાતા ફેલાયો ડરનો માહોલ

સાવરકુંડલા રેન્જ નજીક દિપડાએ આ બાળકીનો શિકાર કર્યો હતો. વન વિભાગ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે તળાવ પાસે ઝૂંપડામં રહેતા દિલીપ તથા તેની પત્ 4 વર્ષની પુત્રી સાથે રહે છે. તેમાં આજે બંને મજૂરી કામે બહાર ગયા હતા ત્યારે દીપડો 4 વર્ષીય દીકરીને ઉઠાવી ગયો હતો. દીકરીને ન જોતા માતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં માત્ર હાડકા જ મળી આવ્યા હતા. આથી વન વિભાગે જણાવ્યું હતું કે દીપડાએ બાળકીની ફાડી ખાધી હશે. ઉલ્લેખનીય છે કે ધારી તથા આંબરડી અને તેની આસપાસની રેન્જમાં આ પ્રકારન ઘટનાઓ વારંવાર બની રહી છે જેથી ગ્રામીણો બહાર નીકળતા પણ ભય અનુભવે છે.

મોટી દાંતીનું આ જહાજ બન્યું છે પિકનિક સ્પોટ

મોટી દાંતીનું આ જહાજ બન્યું છે પિકનિક સ્પોટ

વલસાડના દાંતીના દરિયાકાંઠ તણાઈ આવેલું ઇનફિનિટી નામનું જહાજ વલસાડ અને આસપાસન લોકો માટે સેલ્ફીનું તેમજ પિકનિક માટેનું નવતર નજરાણું બની રહ્યુ છે સમગ્ર ઘટના એવી છે કે વલસાડની મોટી દાંતી ગામે આવેલું મોટું માલ વાહક જહાજ અલંગ ખાતે જઇ રહ્યું હતુ. ત્યારે તેમાં ટેકનિકલ ખામી ઉભી થતા તે મોટી દાંતિના દરિયામાં તણાઈ આવ્યું છે અને હાલ દરિયામાં ભરતી ન હોવાથી ત્યાં ફસાઈ રહ્યું છે. આ જહાજમાં કશું જ વાંધાજનક નથી, જહાજને તોડવા માટે અલંગ મોકલવામાં આવી રહ્યું હતુ. જહાજના કેપ્ટને જણાવ્યુ હતું કે અંદર 10 જેટલા ક્રૂ મેમ્બર છે પરંતુ દરિયામાં ભરતી ન હોવાથી જહાજ આઘળ વધતું નથી તેમજ કોઈ આ શીપમાં બહાર નીકળી શકતુ નથી અને કોઈ અંદર પણ આવી શકતું નથી. જોકે વલસાડ અને તેની આસપાસના લોકો માટે તો આ નવું સ્પોટ બની રહ્યું છે જયાં જઇને સૌ પિકનિક માણી રહ્યા છે. અને સેલ્ફી તાથ પિક્સ લઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X