ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કચ્છ સરહદ પર સુરક્ષાદળોની કિલ્લેબંધી

કચ્છ સરહદ પર સુરક્ષાદળોની કિલ્લેબંધી

ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરી 40 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. ત્યારે પાકિસ્તાન કોઇ હરકત ન કરે તે માટે કચ્છ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રણ, જળ અને ક્રિક સીમાએ સુરક્ષાદળોની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.

નવરાત્રિમાં રાત્રે 10થી 2 સુધી SG હાઈવે પર ભારે વાહનો પ્રતિબંધિત

નવરાત્રિમાં રાત્રે 10થી 2 સુધી SG હાઈવે પર ભારે વાહનો પ્રતિબંધિત

નવરાત્રિને ધ્યાનમાં રાખીને શહેરના મહત્વના માર્ગો પર રાત્રિના 10થી 2 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારે વાહનો પર પ્રતિબંધ લાદતા ટ્રાફિકની સમસ્યા તો હળવી બનશે જ સાથે જ અકસ્માતના બનાવોને પણ ખાળવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

ડી સ્ટાફને ફરજિયાત વર્દી પહેરવા આદેશ

ડી સ્ટાફને ફરજિયાત વર્દી પહેરવા આદેશ

નવરાત્રિ બાદ મહોરમ અને દિવાળી, આગામી દિવસોમાં તહેવારોની વણઝાર આવી રહી છે. આ વર્ષે તહેવારોમાં ચીલઝડપના બનાવો અટકાવવા શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ મહત્વનો નિર્ણય લેતા શહેરના તમામ ડી સ્ટાફને બીજી સૂચના ના મળે ત્યાં સુધી ફરજ પર હોય ત્યારે વર્દીમાં રહેવા આદેશ કર્યો છે.

પાક. સરહદ પાસેના ગામો ખાલી કરાવાયાં

પાક. સરહદ પાસેના ગામો ખાલી કરાવાયાં

કાશ્મીર સરહદે થયેલા હુમલાના પગલે ગુજરાતમાં 1600 કિમી સરહદી દરિયાકાંઠે એલર્ટ જારી કરી દીધું. ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ કમિશ્નરે માછીમારોને દરિયો ન ખેડવા આદેશ આપ્યો. ગુજરાત-પાક. સરહદ વિસ્તારના 10 કિમીના ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યાં છે.

પાટણ સ્થિત રાણીની વાવને મળશે નવો ખિતાબ

પાટણ સ્થિત રાણીની વાવને મળશે નવો ખિતાબ

વર્ષ 2014માં યુનેસ્કોની ટીમ દ્વારા વિશ્વવિરાસતમાં ખ્યાતનામ થયેલી પાટણની રાણીની વાવને 30 તારીખે ક્લીન આઇકોનિક પ્લેસનો એવોર્ડ મળશે. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને 2 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રની મિનીસ્ટ્રી ઓફ કલ્ચર વિભાગ દ્વારા દેશમાં સ્વચ્છતા, સેનિટેશન બાબતે વિવિધ 10 સ્થળોની એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવી છે.

નાગ નાગણ એક સાથે નીકળતા સર્જાયું આશ્ચર્ય

નાગ નાગણ એક સાથે નીકળતા સર્જાયું આશ્ચર્ય

સામાન્ય રીતે નાગ અને નાગણની જોડી એકસા થે ઓછી જોવા મળે છે પરંતુ ધોળકા પાસે આવેલા કલિકુંડમાં મકાનની અંદર થી જેરી કોબ્રા તથા નાગણ નીકળતા રહીશોમાં આશ્ચર્ય ફેલાયું હતુ. તો કેટલાકે આ ઘટનાને આસ્થા સાથો જોડી હતી. ધોળકા કલિકુંડ વિસ્તારમાં આવેલી શેત્રુંજય સોસાયટીમાં આવેલ બે મકાનોની અંદર એક જ સમયે એક કાળોતરો નાગ તથા બીજા ઘેર એક નાગણ નીકળી આવતા સોસાયટીના રહિશો ફફડી ઉઠયા હતા. રહેણાંકની અંદર અત્યંત ઝેરી કોબ્રા નાગ જોવા મળતા રહીશોએ ધોળકા પાસે આલા સરોડા ગામના રહેવાશી ગોપાળભાઈ જેઓ સાપ પકડે છે તેમને હોલાવ્યા હતા અને નાગ તથા નાગણને ઝડપી લીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X