For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આસારામ બાપુના આશ્રણમાં પડી શકે છે આઇટી રેડ

આસારામ બાપુના આશ્રણમાં પડી શકે છે આઇટી રેડ

સુરત ખાતે આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇના આશ્રમમાં ગમે ત્યારે ઇન્કમટેક્સ ડિપોર્ટમેન્ટની રેડ પડી શકે છે. સુરતના જહાંગીરપુરા ખાતે આશ્રમ પર આઇટીની ખાસ નજર છે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દેશવ્યાપી આંદોલન ચલાવા હાર્દિક પહોંચ્યો દિલ્હી

દેશવ્યાપી આંદોલન ચલાવા હાર્દિક પહોંચ્યો દિલ્હી

દેશવ્યાપી અનામતની આંદોલન કરવા માટે આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યો. દિલ્હીમાં હાર્દિક પટેલ નવનિર્માણ સેનાની જાહેરાત કરી 18 પ્રદેશના અધ્યક્ષોના નામની પણ જાહેરાત કરી.

લોલીપોપ સરકાર છે : શંકરસિંહ વાધેલા

લોલીપોપ સરકાર છે : શંકરસિંહ વાધેલા

હાર્દિક પટેલ બાદ શંકરસિંહ વાધેલા પણ રાજ્ય સરકારને લોલીપોપ સરકાર ગણાવી. બિનઅનામત વર્ગોને સ્વાવલંબન માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 1000 કરોડના પેકેજ જાહેરાત કરી છે. જે મામલે શંકરસિંહને સવાલ પૂછતા તેમણે આ જણાવ્યું હતું.

અમદાવાદમાં 1.20 લાખની નકલી નોટો પકડાઇ

અમદાવાદમાં 1.20 લાખની નકલી નોટો પકડાઇ

બાળવા પાસેથી પોલિસે 1 વ્યક્તિની ધરપકડ કરી છે જેની પાસે 1 હજાર રૂપિયાની નકલી નોટો મળી આવી છે. પોલિસને અંદાજે 1.20 લાખ રૂપિયાની આ નકલી ચલણી નોટો મળી છે.

નકલી નોટ પ્રકરણે BANLનો એક કર્મચારી પકડાયો

નકલી નોટ પ્રકરણે BANLનો એક કર્મચારી પકડાયો

અમદાવાદમાં ગુજરાત એટીએસ દ્વારા નકલી નોટોના મોટા જથ્થાને પકડ્યા બાદ. પોલિસે તપાસ માટે તેના ચક્રો ગતિમાન કર્યા. જે બાદ આ કૌભાંડમાં એક BSNL માં મિકેનીકનું કામ કરતા કર્મચારીની અટક થઇ છે. વધુમાં સુરેન્દ્રનગરમાં આ નકલી નોટો બનતી હોવાનું પણ બહાર આવ્યું છે.

મોદીએ ગુજરાતમાં યોજાનારી સમિટિ રદ્દ કરી

મોદીએ ગુજરાતમાં યોજાનારી સમિટિ રદ્દ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવેમ્બરમાં, ગુજરાતમાં વાઇબ્રન્ટ ઇન્ડિયા ગ્લોબલ એજ્યુકેશન સમિટ યોજવાની હતી. જો કે કેન્દ્ર સરકારના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટે હવે આ સમિટ રદ્દ કરી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આની પાછળ ગુજરાતમાં હાલમાં ચાલી રહેલું પટેલ અનામત આંદોલન જવાબદાર છે.

પ્રાંતિજમાં માંએ બાળકો સાથે આગમાં ઝંપલાયું

પ્રાંતિજમાં માંએ બાળકો સાથે આગમાં ઝંપલાયું

પ્રાંતિજમાં ઘરમાં ચાલતા કલહથી ત્રાસીને એક પરણિતાએ તેના બે પુત્રો સાથે પોતાના પર કેરોસિન છાંટી મોતને ભેટી. જો કે ત્યારબાદ મૃતકના પિતાએ સસરા અને પતિ અને સાસુ સામે શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

મંદિરની મૂર્તિને ખંડિત કરતા ધરમપુરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ

મંદિરની મૂર્તિને ખંડિત કરતા ધરમપુરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ

ધરમપુરમાં આવેલ મોહનેશ્વર મહાદેવના મંદિરમાં કેટલાક બુકાનીધારી લોકોએ ભગવાનની મૂર્તિને ખંડિત કરી નાસી છૂટતા લોકોના ટોળે ટોળા પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે સ્થિતિ ગંભીરતાને જોતા પોલિસે ચાંપતો બંદોવસ્ત કરી તપાસ હાથ ધરી છે.

English summary
September 30: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X