સૂરતમાં સાત વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર

પોલીસે જણાવ્યું હતું કે પીડીતના પિતા શાકભાજી વેચે છે. આરોપીની ભત્રીજી પીડિત યુવતીની મિત્ર છે, બંનેનું પાંડેસરની અર્વિભવ કોલોનીમાં એકબીજાના ઘરે આવવા જવાનું રહેતું હતું. ગઇકાલે સાંજે જ્યારે પીડિતા રમી રહી હતી ત્યારે આરોપી તેને એક ઓરડામાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આરોપી છેલ્લા 15 દિવસોથી બેરોજગાર હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાની માતા તેને શોધતા ત્યાં આવી ગઇ. પોલીસે જણાવ્યું કે સોનુકુમારની સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. તેમજ પીડિતાના સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
