For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો

રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હા

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા સરકારી કમર્ચારીઓ અને નાગરીકો માટે અનેક જાહેરાતો કરી હતી. સરકારી કર્માચીરો માટે 7 મા પગાર પંચનો અમલ કરવાની મહત્વની જાહેરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦ /- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે.

Bhupendra Patel

રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે. રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.

વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.

એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૧-૨૦૨૨ થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય

સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ આપવામાં આવશે. તા-૦૧-૦૧- ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨ બીજો હપ્તો સેપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
.
તદઅનુસાર ,જાન્યુઆરી થી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલ થી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે

English summary
Several announcements, including the benefits of the 7th Pay Commission to government employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X