For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ચૂંટણી માહોલ વચ્ચે સેક્સ વર્કરોનું આ ગામની હળાહળ ઉપેક્ષા

ચૂંટણી પંચ દ્વારા 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જણાવ્યું હતું કે, રેડ લાઈટ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચ દ્વારા 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જણાવ્યું હતું કે, રેડ લાઈટ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જ્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં સેક્સ વર્કરોના ગામ તરીકે કુખ્યાત વડિયા નામનું ગામ ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા નજરઅંદાજ કરી દેવામાં આવ્યું છે.

Wadiya village

પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી થરાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સામે ચૂંટણી લડી રહ્યા છે. વડિયા ગામની વસ્તી 700 આસપાસ છે. જેમાં 50 પરિવારો પરંપરાગત રીતે દેહવ્યાપાર પર નિર્ભર છે. આ પ્રથાને અહીં સમાપ્ત કરવા માટે સામાજિક કાર્યકરોએ ઘણા નિષ્ફળ પ્રયાસો પણ કર્યા છે.

દિનેશ નામના 30 વર્ષીય ગ્રામીણ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ ઉદાસીનતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કંઇ ખાસ નથી. આ અગાઉની ચૂંટણીમાં પણ અમારી ઉપેક્ષા કરવામાં આવી હતી. અમે નજીકના ગામડાઓમાં લાઉડસ્પીકર, ઢોલ અને સૂત્રોચ્ચાર સાંભળીએ છીએ, પરંતુ અમારા ગામમાં કોઇ ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવા માટે આવતા નથી.

ગ્રામજનોની કેટલીક સમસ્યાઓનું વર્ણન કરતાં દિનેશે જણાવ્યું હતું કે, ગામ લોકોના ઘરો પણ તેમના નામે નોંધાયેલા નથી, તેથી તેઓ ઘણી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત રહે છે. તેમના ગામમાં રસ્તા કે, આરોગ્ય કેન્દ્ર જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. અમારા પ્રશ્નો હલ કરવાની કોઈ દરકાર કરતું નથી.

ગામના એક શિક્ષકે જણાવ્યું કે, શાળામાં ઓરડા નથી અને વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. વાસ્તવિક સમસ્યા એ માનસિકતા છે, જે સરકારી અધિકારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વાડિયાથી દૂર રાખે છે. કેટલીકવાર જે લોકો સેક્સ વર્કર્સનો સંપર્ક કરવા માંગતા હોય માત્ર તેઓ જ ઓફિસર બનીને થરાદ-ધાનેરા હાઈવે પરથી આ ગામમાં જવાનો રસ્તો પૂછે છે.

શિક્ષકે જણાવ્યું કે, જ્યારે વાસ્તવિક સરકારી અધિકારીઓ, જાહેર કાર્યકર્તાઓ અથવા રાજકીય નેતાઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી. વાડિયા અને વડગામડા ગામ જૂથ પંચાયત દ્વારા સંચાલિત થાય છે. તેના સરપંચ જગદીશ અસલે જણાવ્યું હતું કે તેઓ થોડા દિવસો પહેલા વાડિયા ગયા હતા, જેથી ખાતરી કરી શકાય કે દરેક પાસે મતદાર ઓળખ કાર્ડ છે કેમ. અસલે જણાવ્યું હતું કે, માત્ર સમસ્યા એ છે કે, ગ્રામજનોને મતદાન કરવા માટે વડગામડા જવું પડે છે.

English summary
sex workers are neglected in Vadiya village Amidst Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X