સાધ્વીઓના પતિઓને નપુંસક બનાવી દેતા હતા નારાયણ સાંઇ, ફ્રિજમાં રાખતો હતા વીર્યવર્ધક ચૂર્ણ
નવી દિલ્હી, 13 નવેમ્બર: 16 વર્ષની કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇની મુશ્કેલીઓ વધતી જાય છે. એક તરફ જ્યાં કોર્ટે તેને ભાગેડૂ જાહેર કરી દિધો છે. તો બીજી તરફ તેના અંગત સાધક એક પછી એક ગંભીર ખુલાસા કરી રહ્યાં છે. નારાયણ સાંઇની લંપટલીલા વિશે તાજેતરમાં ખુલાસો થયો છે કે તે મહિલા સાધકોને પોતાના પ્રત્યે સમર્પિત રાખવા માટે તેમના પતિને દગાથી નાસ્તામાં કંદમૂળ અને અન્ય જડીબુટ્ટીઓ ખવડાવીને નપુસંક કરી દેતા હતા.
આ લંલટલીલા દરમિયાન સાધિકાઓનો વિરોધ કરવાથી તેમને નશીલા પદાર્થ પીવડાવીને તેમના પર ઘોર અત્યાચાર કરતા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાયણ સાંઇ વિરૂદ્ધ હજુ પણ ઘણા પીડિત સેવક અને સાધિકાએ પોલીસ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત પોલીસે પણ ઘણા સ્થળોએ મારેલી રેડ દરમિયાન સાધકોએ નિવદેન નોંધાવ્યા છે. પોલીસનું માનવું છે કે સાધકોના નિવેદન નારાયણ સાંઇની કરતૂતોને ઉજાગર કરવા માટે પૂરતા છે.

નિવેદનો અનુસાર દાનના નામે જમીન પચાવવી અને આખી રાત મહિલા સાધકો સાથે રાસલીલા રમવી નારાયણ સાંઇની આદત બની ગઇ હતી. પોલીસનો દાવો છે કે એકથી વધુ સાધિકાઓનું શોષણ કરનાર અને તેમને ગર્ભવતી બનાવવાની વાત પણ તપાસમાં સામે આવી છે. મહિલા સાધકોને પોતાની તરફ સમર્પિત રાખવા માટે નારાયણ સાંઇ અને તેમના ચેલા તેમના પતિઓને નપુંસક બનાવી દેતા હતા.
તેમના રૂમમાંથી બિયરના ટીન અને અન્ય સેક્સવર્ધક સામગ્રી મળવાની વાત પણ નિવેદન નોંધતી વખતે સામે આવી છે. નારાયણ સાંઇની કુટિયામાં ફ્રિજની અંદર વીર્યવર્ધક ચૂર્ણ રાખવામાં આવ્યું હોવાની વાત પણ પોલીસને એક સાધકે જણાવી હતી. પીડિતોના આરોપો તથા તપાસમાં થયેલા ખુલાસા મુજબ, જ્યારે કોઇ સાધિકા ગર્ભવતી થઇ જતી તો કોઇ સાધક સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવતા હતા.












Click it and Unblock the Notifications
