ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે શક્તિસિંહ ગોહિલની પસંદગી કરાઈ

2024 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે. એક તરફ વિપક્ષી એકતા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે તો બીજી તરફ હવે કોંગ્રેસે સંગઠનમાં ફેરફારો કરવાનું શરૂ કર્યુ છે. આ ક્રમમાં જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે શક્તિસિંહ ગોહિલની પસંદગી કરાઈ છે.

લાંબા સમયથી કોંગ્રેસના નવા અધ્યક્ષ પદે કોની વરણી થશે તેની અટકળો ચાલી રહી હતી. કેન્દ્રની બીજેપી સરકાર સામે ટક્કર લેવા ગુજરાત મહત્વનું રાજ્ય છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાતમાં સંગઠન મજબુત કરવાની દિશામાં કામ કરી રહી છે.

Shaktisinh Gohil

ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપવા માટે આ પહેલા પરેશ ધાનાણી અને પરેશ બાબરીયા સહિતના નામો ચર્ચાઈ રહ્યા હતા. જો કે હાઈકમાન્ડે તમામને ચૌકાવતા શક્તિસિંહ ગોહીલની પસંદગી કરી છે.

શક્તિસિંહ ગોહીલ હાલ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસ પાર્ટીમાં સારી છબી ધરાવતા નેતા છે. તેમની એન્ટ્રીથી કોંગ્રેસે સાફ નેતાગીરી સાથે સાથે ક્ષત્રિયોને સાધવાનો પણ પ્રયાસ કર્યો છે. ગુજરાક કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા સાથે સાથે પાર્ટીએ તેમને દિલ્હી અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષપદેથી મુક્ત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X