ટ્રેક્ટર સાથે શંકર સિંહ વાઘેલા ઉતરશે ગુજરાત ચૂંટણીમાં

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થઇ તે પહેલા શંકર સિંહ વાઘેલાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે તેમની પાર્ટી જન વિકલ્પ મોર્ચાનો ચૂંટણી ચિન્હ જાહેર કર્યો છે. વાઘેલાએ ટેક્ટરને પોતાનું ચૂંટણી ચિન્હ બનાવ્યું છે. અને આ પ્રસંગે જણાવ્યું કે તેમની પાર્ટી જન વિકલ્પ મોર્ચા આ વખતે ટેક્ટર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી લડવા માટે અમે અંબાણી કે અડાનીથી કોઇ ચંદો નહીં લઇએ. સાથે જ તેમણે કહ્યું કે જો અમારી સરકાર બની તો અને વિધવાઓને 5000 રૂપિયા પેન્શન આપીશું. સાથે જ આ ચૂંટણીમાં તેમના જે પણ ઉમેદવારો હશે તેમના પર કોઇ આરોપ નહીં હોય અને ચૂંટણી લડવાની ક્ષમતા ધરાવતા હશે તેવા જ લોકોને ટિકિટ આપવામાં આવશે તેવું વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું અમે બીજા દળોની જેમ પૈસાના દમે અમારા ઉમેદવારોને ટિકિટ નહીં આપીએ.

Sankar singh vaghela

વધુમાં આ પ્રસંગે ગુજરાતમાં આટલી મોડી ચૂંટણીની તારીખો કેમ જાહેર કરવામાં આવી તે અંગે બોલતા વાઘેલાએ કહ્યું કે આ બધુ ભાજપ અને કોંગ્રેસની મિલિભગત છે. ભાજપ પોતાના ફાયદા માટે ચૂંટણી પંચનો દૂરઉપયોગ કરી રહી છે. સાથે જ તેમણે પીએમ રેલીના કારણે ચૂંટણીની તારીખોની જાહેરાત ન કરવાનો આરોપ પણ ચૂંટણી પંચ પર લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ સાથે જ હવે લોકોને મતદાન વખતે ભાજપ અને કોંગ્રેસ સમેત જન વિકલ્પ મોર્ચાનો પણ ઓપશન મળશે. ત્યારે જોવાનું તે રહે છે કે ગુજરાતમાં આ ત્રીજો મોર્ચો કેટલો સફળ જાય છે. અને કોની વોટ બેંક તોડે છે.

English summary
Shankar Singh Vaghela makes big announcement ahead of Gujarat polls

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.