For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi bridge Collapsed : શંકરસિંહ વાઘેલાએ લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત

મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. આ દુર્ઘટનાના એક દિવસ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબી પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. આ દુર્ઘટનાના એક દિવસ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

Zulto pul

મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે 400 થી વધુ લોકો પુલ પર હતા. પુલ તુટવાને કારણે લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા.

આ ઘટનામાં 141 લોકોના મોત થયાના અહેવાલ છે. આ સાથે 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 19 લોકો હાલ સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ બચાવ કાર્યમાં જેડાયેલા છે.

આ મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કર્યું હતું કે, મોરબી ખાતે ઘટનાસ્થળે સમીક્ષા કર્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી તેમજ તેમને મળી રહેલ સારવારની વિગતો જાણી અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા.

English summary
ShankarSinh Vaghela visited the injured in Morbi bridge Collapsed incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X