મોતિયાની સર્જરીમાં ગંભીર બેદરકારી બદલ અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજને 5 કરોડનો દંડ
અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
