For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ આરોગ્યમંત્રી અને મેયરના રાજીનામાની AAPની માંગ

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ આરોગ્યમંત્રી અને મેયરના રાજીનામાની AAPની માંગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલ શ્રેય હોસ્પિટલમાં ગતરોજ પહેલી સવારે 3 વાગ્યે આગ લાગતાં સારવાર લઈ રહેલા કોરોનાના 8 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની આર્થિક સહાયની ઘોષણા કરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ રાહત કોષમાંથી મૃતકોના સગાઓને 2 લાખ અને ઘાયલોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

shrey hospital

આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખે મૃતકોને 25 લાખ અને ઘાયલોને 15 લાખની સહાય આપવાની માંગ કરી છે. આ સાથે જ અમદાવાદના મેયર બીજલ પટેલ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપરછલી તપાસના આદેશ આપ્યા છે અને મૃતકો અને ઘાયલોને આશ્વાસન આપી પોતાની જવાબદારી પૂરી કરી લીધી હોય તેવો દેખાવ કર્યો છે. આ બાબતે આમ આદમી પાર્ટી મૃતકો અને ઘાયલોને વધુ સહાય આપવામાં આવે તેવી માંગણી કરે છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી ગુજરાતે માંગણી કરી કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસેથી અત્યાર સુધી લીધેલા નાણા પણ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી સગાઓને મળે.

શ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણાશ્રેય હોસ્પિટલની દુર્ઘટનાઃ પીએમ મોદીની 2 લાખ તો સીએમ રૂપાણીની 4 લાખની સહાયની ઘોષણા

English summary
Shrey Hospital Ahmedabad: AAP demanded resignation of health minister and mayor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X