ગાયિકા હર્ષિદા રાવલનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના જાણીતા સુગમ સંગીતના ગાયિકા હર્ષિદાબેન રાવળનું મંગળવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. જો કે તેમના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ હર્ષિદાબેનને યાદ કરીને બે ટ્વિટ કર્યા હતા. પહેલા ટ્વિટમાં તેમણે કહ્યું કે "હર્ષિદાબેન સાથે વર્ષો જૂનો પરિચય રહ્યો છે. ૩૦-૩૫ વર્ષ અગાઉ મારી કાવ્ય રચનાઓને તેમણે આપેલો સ્વર સદાય સ્મરણીય રહેશે". તો બીજી એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે "ગુજરાતના પીઢ પાર્શ્વગાયિકા હર્ષિદાબેન રાવળની ચીર વિદાયથી દુઃખ અનુભવું છું. સંગીતક્ષેત્રે તેમનું પ્રદાન આગામી પેઢીઓ માટે હમેંશા યાદગાર રહેશે."

harshida rawal

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મામાં પણ પોતાના સ્વર આપ્યા છે. તેમને ફિલ્મ "કાશીનો દીકરો" સમેત અનેક ફિલ્મોમાં ગાયું છે. વળી "હું તો ગઇ તી મેળા" જેવા તેમના ગાયેલા અનેક ગીતો લોકોમાં ભારે લોકપ્રિય થયા હતા. મોટે ભાગે તે મીરા, કબીર અને તુલસીદાસના રચાયેલા ગીતો ગાતા હતા. મૂળ લીમડીના વતની તેના હર્ષિદાબેનને શ્રેષ્ઠ ગાયિકા માટે અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. અને નવરાત્રી દરમિયાન પણ લોકો તેમના અવાજમાં ગીતો સાંભળવા માટે આતુર રહેતા હતા. ત્યારે ગુજરાતની આવી જાણીતી ગાયિકાના નિધન પર વનઇન્ડિયા તરફથી તેમને હદયપૂર્ણ શ્રદ્ઘાંજલિ અર્પીએ છીએ.

English summary
Gujarat well known singer Harshida Rawal died. PM Narendra Modi give her tribute.
Please Wait while comments are loading...