હાર્દિક પટેલનું શિવસેના શરણમ્ , સોશ્યલ મીડિયામાં વોર શરૂ

Posted By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલ આજે મુંબઇ ખાતે માતોશ્રીમાં શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરને મળ્યો. તેણે બાલા સાહેબ ઠાકરેના આશીર્વાદ લીધા. પોતાને સ્વર્ગીય બાલા સાહેબનો ફેન ગણાવ્યો અને પછી એક પ્રેસ કોન્ફર્ન્સ થઇ જેમાં શિવસેનાએ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલને ગુજરાતનો શિવસેના ચહેરો ગણાવ્યો. અને હાર્દિક પટેલ પણ કહ્યું કે હું મારા મરાઠા ભાઇઓની સાથે છું બનતી દરેક મદદ કરીશ.

Read also:હાર્દિક પટેલે મુંબઇમાં કરી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત

ત્યારે ગણતરીના સમયમાં જ્યાં આપ અને કોંગ્રેસ અટૂલા પડી ગયા ત્યાં જ શિવસેનાને તેનું ક્ષેત્રફળ મુંબઇથી વિકસાવવાનો મોકો મળ્યો હાર્દિક રૂપે મળી ગયો. જો કે હાર્દિક હંમેશા પોતાને રાજકીય પાર્ટીઓથી દૂર ગણાવી રહ્યો હતો પણ આજે એક જ પળમાં તેને શિવસેનાનો હાથ પકડી લીધો. ત્યારે ગુજરાતના રાજકારણમાં આવેલા આ મીની ભૂકંપ અંગે સોશ્યલ મીડિયામાં લોકોએ શું કહ્યું જાણો અહીં...

સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ

ઉદ્ધવ ઠાકરે દ્વારા જ્યારથી હાર્દિક પટેલને શિવસેનામાં જોડવાની વાત કરવામાં આવી છે. ત્યારથી સોશ્યલ મીડિયા પર હાર્દિક પટેલ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નોંધનીય છેે કે શિવસેનાએ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે હાર્દિક પટેલને શિવસેનાના ચહેરા તરીકે પસંદ કર્યો છે. ત્યારે આ પ્રસંગે એક ટિપ્પણીમાં તેને અને કનૈયાને કંઇ આ રીતે જોડવામાં આવ્યા છે.

શિવસેનાની ભૂમિકા પર પણ ટિપ્પણી

જો કે હાર્દિક પટેલના શિવસેનામાં જોડાતા જ શિવસેનાની ભૂમિકા પર પણ અનેક લોકોએ ટિપ્પણી કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અનેક લોકો હાર્દિક પટેલને શિવસેનામાં જોડવાની વાત અંગે વિરોધ વ્યક્ત કર્યો છે.

કેજરીવાલનું શું?

ત્યારે આ પ્રસંગે કોઇએ આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલને પણ કંઇક આ રીતે યાદ કર્યા હતા. નોંધનીય છે કે આજ પહેલા અરવિંદ કેજરીવાલ અને હાર્દિક પટેલ હંમેશા એક બીજાની વાતમાં હામી ભરી ટ્વિટર પર ટ્વિટર- રિટ્વિટ કરતા રહેતા હતા.

કબૂલ હૈ

નોંધનીય છે કે હાર્દિક પટેલના શિવસેનામાં જોડાવાની સાથે જ ગુજરાતના રાજકારણમાં અનેક મોટો ભૂકંપ આવનારા દિવસોમાં આવી શકે છે. તે વાત તો ચોક્કસ છે કે ભાજપની વોટ બેંકમાં આ વખતે અનેક ભાગલા પડશે. કોંગ્રેસના, આપના અને હવે શિવસેનાના.

હાર્દિકનું સ્પષ્ટીકરણ

હાર્દિકનું સ્પષ્ટીકરણ

જો કે આ તમામ ખબરોની વચ્ચે હાર્દિક પટેલે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટતા આપી હતી અને કહ્યું કે ..."પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે હું જ્યાં સુધી મારા પાટીદાર સમાજ ને અનામત અને ન્યાય નહિ મળે ત્યાં સુધી રાજનીતિ માં નહિ જોડાવું.અને ચૂંટણી લડવાની મારી ઉંમર જ નથી.લોકો ને મળવું કે સમાજ માટે સાથ લેવો એ રાજનીતિ નથી.હું નાના પરિવાર માંથી આવું છું.સિધ્ધાંતો ની લડાઈ લડવા આવ્યો છું.ખેડૂત પરિવાર માંથી આવું છું.મારે CM નહિ " કોમન મેન " બનવું છે."

English summary
Social media war is going on after announcement of Hardik Patel will be face of Shiv Sena in Gujarat polls. Read here more.
Please Wait while comments are loading...