For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન કેસ : SCએ પોલીસ અધિકારી પાસેથી જવાબ માંગ્યો

|
Google Oneindia Gujarati News

narendra-amin
નવી દિલ્હી, 8 જુલાઇ : સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાત પોલીસના બરતરફ કરવામાં આવેલા પોલીસ અધિકારી નરેન્દ્ર અમીનની જમાનત રદ કરવા માટે કેન્દ્રીય તપાસ બ્યુરોની અરજી પર તેમની પાસેથી જવાબ માંગ્યો હતો.

આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ અલતમસ કબીર, ન્યાયમૂર્તિ એફએમઆઇ કલીફુલ્લા અને ન્યાયમૂર્તિ વિક્રમજીત સેનની ત્રણ સભ્યોની ખંડપીઠને કેન્દ્રીય તપાસ બ્યુરોએ સૂચના આપી હતી કે આ અધિકારીએ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટરમાં પણ તેઓ આરોપી છે. વર્તમાન સમયમાં અમીન ન્યાયિક હિરાસતમાં છે.

ન્યાયાલયે અમીનને નોટિસ મોકલવાની સાથે આ અરજીને ચાર સપ્તાહ બાદ સૂચિબદ્ધ કરવાનો આદેશ પણ આપ્યો છે. સીબીઆઇએ ગુજરાતના બરતરફ કરવામાં આવેલા પોલીસ અધિકારી અમીનને તબીબી તપાસને આધારે જામીન આપવા મુંબઇ હાઇ કોર્ટના આદેશને પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ સોહરાબુદ્દીને કેસને મુંબઇ હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ગુજરાતના જ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં પણ સીબીઆઇએ અમીનને આરોપી બનાવ્યા છે. આ મામલે સીબીઆઇએ તાજેતરમાં અમદાવાદની અદાલતમાં આરોપપત્ર દાખલ કર્યો છે. આ મામલે અમીનની સાથે જ ગુજરાત પોલીસના અન્ય અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસ પાત્ર અને પૂર્વ ગૃહ મંત્રી અમીત શાહ પણ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. અમિત શાહ અત્યારે જામીન પર બહાર છે.

English summary
Sohrabuddin case : SC ask reply from police officer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X