For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ

ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ‘વાયુ' તોફાનની જબરદસ્ત અસર દેખાશે જેને જોતા પશ્ચિમ રેલવેએ પણ સાવચેતીના પગલા લીધા છે.

|
Google Oneindia Gujarati News

સાઈક્લોન 'વાયુ' તોફાનની આશંકાને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રાખી છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 'વાયુ' તોફાનની જબરદસ્ત અસર દેખાશે જેને જોતા હવે પશ્ચિમ રેલવેએ પણ સાવચેતીના પગલા લીધા છે. રેલવેએ ઘણી ટ્રેનોનું પરિવહન આ વિસ્તારમાં બંધ કરી દીધુ છે. ઘણી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી પસાર થતી અમુક ટ્રેનોને રદ્દ કરી દીધી છે. ટ્રેનની સાથે સાથે ફ્લાઈટ સેવા પર પણ અસર થઈ છે. વળી, આ વિસ્તારોમાં બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

vayu

રેલવેએ ચક્રવાત 'વાયુ'ને જોતા આ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને કેન્સલ કરવા કે પછી તેમની યાત્રા વચમાં જ અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેએ બુલેટિન જાહેર કરીને કહ્યુ કે વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ અને ગાંધીધામ સ્ટેશન સુધી જતી બધી પેસેન્જર અને મેલ ટ્રેનો બુધવારથી શુક્રવાર સુધી રદ કરી દેવામાં આવી છે.

રેલવેએ કહ્યુ છે કે ગાંધીધામ, ભાવનગર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી વિશેષ ટ્રેન ચલાવશે જેનાથી આ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય. વળી, રેલવેએ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી છે જેથી ઈમરજન્સીની સ્થિતિમાં તેને પ્રભાવિત વિસ્તારોમાં મોકલીને લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળો પર મોકલી શકાય. વળી, તોફાન 'વાયુ' થી સંભવિત નુકશાનને જોતા પાંચ એરપોર્ટ પર વિમાન સેવા પણ બુધવાર રાતથી ગુરુવાર અડધી રાત સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ અને કંડલાથી વિમાનોની પરિવહન બંધ કરી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનથી આવી રહી છે ધૂળની આંધી, દિલ્હી-રાજસ્થાન સહિત ઉત્તર ભારતને ખતરોઆ પણ વાંચોઃ પાકિસ્તાનથી આવી રહી છે ધૂળની આંધી, દિલ્હી-રાજસ્થાન સહિત ઉત્તર ભારતને ખતરો

English summary
Some of the trains passing through areas of Gujarat that are likely to be affected by cyclone 'Vayu' are short-terminate or cancel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X