For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 કરોડ રૂપિયાના બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલની ધરપકડ કરી

12 કરોડ રૂપિયાના બીટકોઇન માં સીઆઇડી ક્રાઇમ દ્વારા અમરેલી જિલ્લાના એસપી જગદીશ પટેલની ધરપકડ કરી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર રૂપિયા 12 કરોડના બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અમરેલી જિલ્લા પોલીસ વડાની ધરપકડ કરવામાં આવતા ચકચાર ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમરેલી એલસીબીના પીઆઇ અનંત પટેલની અડાલજ પાસેથી ધરપકડ થતા તેની પુછપરછ તેણે જણાવ્યુ હતુ કે તેણે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનુ અપહરણ અને રૂપિયા 12 કરોડના બીટકોઇન ટ્રાન્સફર જગદીશ પટેલના કહેવાથી કર્યુ હતુ અને આ માટે અમરેલી એલસીબીના બે પોલીસ કોન્સ્ટેબલને સાથે લઇ ગયો. જે દિવસે શૈલેષ ભટ્ટનું અપહરણ ગાંધીનગર કોબા હાઇવે પરથી કરવામાં આવ્યું તે સમયે પણ જગદીશ પટેલને જાણ કરવામાં આવી હતી.

bitcoin

સીઆઇડી ક્રાઇમના સુત્રોના જણાવ્યા મુજબ અનંત પટેલની ધરપકડના બે દિવસ પહેલા પોલીસ વડા જગદીશ પટેલ ભેદી રીતે સીક લીવ પર ઉતરી ગયા હતા. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલના રિમાન્ડ મેળવીને પુછપરછ કરતા જગદીશ પટેલ જ બીટકોઇન મુખ્યઆરોપી હોવાનું ખુલતા સીઆઇડી ક્રાઇમની ડીઆઇજી દીબાંકર ત્રિવેદીએ રવિવારે જ તેમની ધરપકડ અમરેલીથી કરી લીધી હતી અને સોમવારે સવારે ગાંધીનગર ખાતે લઇ આવવામાં આવ્યા હતા.

હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ રિમાન્ડ હેઠળ છે ત્યારે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ બંનેને સાથે રાખીને પુછપરછ કરશે તેમ સીઆઇડી ક્રાઇમના સુત્રોએ જણાવ્યુ હતુ. જેથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

બીજી તરફ ફરિયાદી શૈલેષ ભટ્ટે જણાવ્યું છે કે હજુ આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પણ સંડોવાયેલા છે અને તેમની ધરપકડ પણ થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અગાઇ નલીન કોટડીયાના ભત્રીજાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતુ. ત્યારે ગઇકાલે સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા અનંત પટેલના નડિયાદ ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડીને બે મોબાઇલ ફોન સહિતના પુરાવા જપ્ત કર્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

ત્યારે આજે સાંજે સીઆઇડી ક્રાઇમ જગદીશ પટેલને કોર્ટમાં રજુ કરીને તેમના રિમાન્ડ ની માંગણી કરે તેવી પુરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બીટ કોઇન દ્વારા ખંડણી માંગવાનો ગુજરાતનો પ્રથમ કેસ છે અને ગૃહવિભાગે આ કેસમાં ખુબ ઉંડાણ પૂર્વક તપાસ કરવાની સુચના આપવામાં આવી હતી.

English summary
SP Jagdish Patel arrested by CID Crime in a 12 crore rupees bitcoin case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X