ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન, એક મહિલાનું મોત

ગાંધીનગર, 5 જૂન: ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું બેસી રહ્યું છે પરંતુ મંગળવારે સાંજે રાજ્યમાં ચોમાસું માહોલ સર્જાયો હતો. બપોરની ગરમી બાદ સાંજે એકાએક પવનના સુસવાટા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગાજવીજ સાથે ગાંધીનગર, અમદાવાદ, કડી અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જ્યારે બનાસકાંઠામાં કરા સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. સૌરાષ્ટ્ર પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના પોશીના ખાતે ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડામાં વૃક્ષ ધરાશયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત નીપજયુ હતું.

ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેરમાં રાત્રે આઠેક વાગ્યે ઠંડા પવનો અને વીજળીના કડાકા સાથે હળવાથી વરસાદી ઝાપટાથી વાતાવરણથી ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ થોડી રાહત અનુભવી હતી. જામનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે મેઘકૃપા વરસી હતી. મોરબી અને ઉપલેટામાં જોરદાર ઝાપટાં રૂપે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

clouds

અમરેલી જિલ્લામાં આકાશ વાદળછાયું રહ્યું હતું તો જૂનાગઢ અને દીવમાં અમીછાંટણા થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, સાયલા પંથકમાં એકથી દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. ઉત્તર ગુજરાતમાં પણ બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠાના પોશિનામાં મંગળવારે બપોરે ભારે પવન ફૂંકાયા બાદ બરફના કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડના ધરમપુર અને કપરાડા પંથકમાં પણ મેઘરાજા ધોધમાર વરસી પડયા હતા.

રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટીવીટી તેજ બની રહી છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો અમદાવાદમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી, બાફ અને ઉકળાટ બાદ મોડી રાતે વિજળીના કડાકા બાદ પ્રચંડ વાવઝોડું ફુકાવા ઉપરાંત આંધી અને ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું પડતા વાતાવરણાં આહલાદકતા પ્રસરી ગઇ હતી. લોકોએ ધોધમાર વરસાદનો આનંદ લીધો હતો. તો બીજીતરફ કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

સૌરાષ્ટ્ર, વલસાડ, ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠાના પોશીના ખાતે ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડામાં વૃક્ષ ધરાશયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત નીપજયુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X