હાર્દિક પટેલ, કેજરી, રાહુલ બધા પર વરસ્યા: સુબ્રમણ્યમ સ્વામી
પોતાના કડવા નિવેદનો માટે જાણીતા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ગુરુવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે તેમના વિવાદીત નિવેદનોનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. મીડિયા દ્વારા જ્યારે તેમને પાસ કન્વીનર હાર્દિક પટેલના "પીએમ પત્ર" અંગે પૂછવામાં આવ્યું હતું, તો આ અંગે ટિપ્પણી કરતા સ્વામીએ જણાવ્યુ હતુ કે "હાર્દિક તથા કેજરીવાલ એક દિવસના રૂસ્તમ જેવા હોય છે"
સાથે જ સ્વામીએ કોંગ્રેસ ઉપાઅધ્ય રાહુલ ગાંધી પર પણ ટિપ્પણી કરવાનું નહતા ચૂક્યા. તેમણે રાહુલ ગાંધીને ડરપોક ગણાવી કહ્યું કે કોર્ટે તેની આલોચના કરી ત્યારથી તે ડરેલા છે. અને પલટી મારવી તેની આદત છે. અને રાહુલનું કોઇ રાજકીય ભવિષ્ય જ નથી .

સાથે વડોદરાની આ મુલાકાતમાં સ્વામીએ રિર્ઝવ બેંકના નવા ગવર્નર ઉર્જિત પટેલ વિશે પણ જણાવ્યુ હતું કે, ઉર્જીત પટેલ આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર હતા. તેઓ અર્થશાસ્ત્રમાં પીએચડી પણ થયેલા છે. અને અમને આશા છે કે તેઓ ખૂબ સરસ રીતે કામ કરશે.












Click it and Unblock the Notifications
