Sudan crisis : જેદ્દાહથી અમદાવાદ પહોંચ્યા 208 ગુજરાતી સહિત 231 ભારતીય
Sudan crisis : કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી અંતર્ગત સંકટગ્રસ્ત આફ્રિકી દેશ સુદાનના 208 ગુજરાતવાસી સહિત 231 ભારતીયને સુરક્ષિત વતન પરત લવાયા છે.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ તમામ ભારતીયોને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રીએ કર્યું સ્વાગત - ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ ભારતીયોનું સ્વાગત કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આ 231 ભારતીયોમાં 208 ગુજરાતના રહેવાસીઓ, 13 પંજાબના અને 10 રાજસ્થાનના રહેવાસીઓનો સમાવેશ થાય છે.
'ઓપરેશન કાવેરી' - નોંધનીય બાબત છે કે, 'ઓપરેશન કાવેરી' હેઠળ ભારત પોતાના નાગરિકોને ખાર્તુમ અને અન્ય મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાંથી બસોમાં પોર્ટ સુદાન લઈ જઈ રહ્યું છે. અહીંથી તેમને ભારતીય વાયુસેનાના ભારે પરિવહન વિમાન અને ભારતીય નૌકાદળના જહાજોમાં સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. જે બાદ જેદ્દાહથી ભારતીયોને વાણિજ્યિક ફ્લાઇટ્સ અથવા ભારતીય વાયુસેના (IAF) એરક્રાફ્ટ દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યા છે.
સુદાનમાં ચાલી રહ્યું છે ગૃહયુદ્ધ - ભારતે જેદ્દાહ, પોર્ટ સુદાનમાં અલગ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને ખાર્તુમમાં ભારતીય દૂતાવાસ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલય સાથે સંપર્કમાં રહેવા ઉપરાંત તેમની સાથે સંકલન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં લગભગ 400 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
