સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી, પૂછ્યુ - શું ખાનગી હોસ્પિટલોમાં હજુ વધુ નિર્દોષ લોકો હોમાવા જોઈએ?
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાના બનાવોમાં અત્યાર સુધી ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.
અમદાવાદઃ રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાના બનાવોમાં અત્યાર સુધી ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને પૂછ્યુ હતુ કે શું ખરાબ સુવિધાઓવાળી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં આગ લાગવાના કારણે હજુ વધુ નિર્દોષ લોકોના જીવ જવા જોઈએ? ડિસેમ્બર 2020માં તત્કાલ અનુપાલનના નિર્દેશ છતાં બિલ્ડીંગ અને ફાયર સેફ્ટીના માપદંડોને ઉલ્લંઘન કરતા લોકોની એક લાંબી યાદી આપી હોવા છતાં ગુજરાત શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા 8 જુલાઈએ ઈશ્યુ કરેલ એક નોટિફિકેશનમાં ઉલ્લંઘનકર્તા બિલ્ડીંગ માલિકોને માર્ચ અથવા જૂન, 2022 સુધી બિલ્ડીંગ યુઝ પરવાનગીની મંજૂરી આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં જુલાઈ નોટિફિકેશન આવ્યુ
જે કોવિડ-19 હોસ્પિટલોએ ફાયર ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી નથી મેળવ્યા તેમણે એનઓસી માટે ત્વરિત આવેદન કરવુ જોઈએ અને જરૂરી નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં જુલાઈ નોટિફિકેશન આવ્યુ છે. તમને જણાવી દઈએ કે અદાલતે ડિસેમ્બરમાં આદેશ આપ્યો હતો કે, 'જો કોઈ કોવિડ-19 હોસ્પિટલ પાસે એનઓસી નથી અથવા રિન્યુઅલ કર્યુ નથી તો તે હોસ્પિટલો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.' આ નિર્દેશ રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ દર્દીઓના દર્દનાક મોત બાદ આપવામાં આવ્યો હતો. અદાલતે કહ્યુ હતુ કે રાજકોટની ઘટના આવી ઘણી આગની ઘટનાઓમાંની એક હતી. રાજકોટની એક હોસ્પિટલમાં જ 16 નોટિસ મોકલવામાં આવી હતી તેમછતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. અદાલતે ત્યારે નોંધ્યુ હતુ કે રાજ્યની 260 ખાનગી હોસ્પિટલોમાંથી 61 પાસે એનઓસી નથી.

માનવીય વેદનાના ભોગે હોસ્પિટલો એક મોટો ઉદ્યોગ બની ગઈ છે
સોમવારે સર્વોચ્ચ અદાલતે પૂછ્યુ કે સુપ્રીમ કોર્ટનના આદેશને એક કાર્યકારી આદેશ 'તેમના માટે(ખાનગી નર્સિંગ હોમ) માં વધુ લોકોને સળગાવવા માટે વધુ બેડ રાખવા' ના માધ્યમથી દરકિનારે કરવાનો ઈરાદો શું છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે અવલોકન કર્યુ હતુ કે આ માનવીય દૂર્ઘટના છે. માનવીય વેદનાના ભોગે હોસ્પિટલો એક મોટો ઉદ્યોગ બની ગઈ છે. રાજ્યમાં ફક્ત ચાર બેડવાળા નાના નર્સિંગ હોમ્સના બદલે કોવિડ સુવિધાઓવાળી અને સારી હોસ્પિટલો બનાવવી વધુ સારુ રહેશે. બેન્ચે નોંધ્યુ હતુ કે નાના નર્સિંગ હોમ્સ અને બિલ્ડીંગોમાં ચાલતી ખાનગી હોસ્પિટલોમાં પણ આવી સુવિધાઓ નથી.

હોસ્પિટલોને 2022 સુધીનો સમય કેવી રીતે આપી શકો?
જસ્ટીસ ચંદ્રચૂડે પૂછ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ભંગ કરીને કેવી રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ. એક વાર અમે નિર્દેશ આપી દીધા કે હોસ્પિટલમાં કાયદાનુ પાલન થવુ જોઈએ તો તમે એક કાર્યકારી આદેશ દ્વારા હોસ્પિટલોને 2022 સુધીનો સમય કેવી રીતે આપી શકો? તમને જણાવી દઈએ કે 8 જુલાઈના નોટિફિકેશનમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ કાયદાનુ પાલન કરવા માટે સમય લંબાવવાના કારણોમાં મહામારીના કામનો બોજો અને લોકોની આજીવિકાને પરેશાન કરવાની અનિચ્છાને દર્શાવવામાં આવ્યા છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
