24 કલાક 571 લોકોના વાળ કાપી, સુરતી મહિલાએ બનાવ્યો રેકોર્ડ

Posted By:
Subscribe to Oneindia News

સુરતમાં રહેનારી એક મહિલાએ વાળ કાપીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બ્યૂટીશ્યન તરીકે કામ કરતી શીતલ શાહે 24 કલાકમાં 571 લોકોના વાળ કાપીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
શીતલ 24 કલાક સુધી સતત હાથમાં પકડેલી કાતર ચલાવતી રહી હતી. અને આ દ્વારા તેણે 571 લોકોના વાળ કાપ્યા હતા.

surat hairdresser

નોંધનીય છે કે આ પહેલા આ રેકોર્ડ લંડનના એક કપલના નામે હતો જેમણે 24 કલાકમાં 521 લોકોના વાળ કાપ્યા હતા. ત્યારે શીતલે આ લોકોનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને આવું કરનાર ભારતની પહેલી મહિલા બની છે.


પોતાના આ રેકોર્ડ બાદ શીતલે જણાવ્યું કે પહેલા તો તેમને આ રેકોર્ડ બની શકશે કે કેમ તે અંગે દુવિધા હતી પણ પાછળથી પતિના સપોર્ટના કારણે તે આ રેકોર્ડ બનાવી શકી છે. વધુમાં શીતલે જણાવ્યું કે તે હંમેશા કંઇક અલગ કરવા માંગતી હતી.


શીતલે ગત શનિવારે 9 વાગ્યાને 14 મિનિટથી વાળ કાપવાનું શરૂ કર્યું હતું. અને તેણે રવિવારે સવારે 9 વાગ્યા 14 મિનિટ સુધી સતત વાળ કાપ્યા હતા. વધુમાં શીતલે આ રેકોર્ડ બાદ પોતાના સલૂનના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમની મદદ વગર તે આ રેકોર્ડને શક્ય ના બનાવી શકી હોત.

English summary
Sheetal Kalpesh Shah cut the hair of 571 people to break the record. Thats 50 more than the previous Guinness record holders
Please Wait while comments are loading...