For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતની સભામાં કેજરીવાલે કહ્યું હાર્દિક જેવા કોઇ દેશભક્ત નથી!

|
Google Oneindia Gujarati News

સુરતના યોગી ચોકમાં આજે અરવિંદ કેજરીવાલની વિશાળ જાહેર સભા યોજઇ હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ત્યારે આપ નેતા અરવિંદ કેજરીવાલે તેમના ભાષણની શરૂઆત જય સરદારના નારાથી કરી હતી. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે બીજેપી પર નિશાન સાંધતા પૂછ્યું હતું કે હાર્દિક પટેલનો શું વાક છે? તેની પર કેમ કેસ ચાલી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં કયા મુદ્દા ઉઠાવ્યા વાંચો અહીં..

kejriwal

હાર્દિક પટેલની દેશભક્તિ!

ભાષણની શરૂઆતમાં જ અરવિંદ કેજરીવાલે હાર્દિક પટેલ અંગે પોતાની સહાનુભૂતિ બતાવી હતી. અને કહ્યું હતું કે હાર્દિક પટેલનો શું વાંક છે? કેમ તેની પર કેસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ જેવો કોઇ દેશભક્ત નથી.

kejriwal

પાટીદારો અંગે ટિપ્પણી

તો કેજરીવાલે પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામનાર પાટીદારો વિષે બોલતા કહ્યું કે જે લોકોએ પાટીદીરોને ગોળી મારવાનો આર્ડર આપનારાને અમે સજા અપાવીશું. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ તેમના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અનામત આંદોલન વખતે પ્રાણ ગુમાવનાર મૃતકોના પરિવારને મળ્યા હતા. અને તેમને ન્યાય અપવવાનું આશ્વાસન આપ્યું હતું.

kejriwal

નરેન્દ્ર મોદી પર કટાક્ષ

કેજરીવાલે કહ્યું કે નરેન્દ્ર મોદીઅને અહમદ પટેલ વચ્ચે સારી મિત્રતા છે. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવે છે ત્યારે કેમ કોઇ વિરોધ નથી થતો? ગુજરાતમાં ચાલતા દારૂના ધંધાઓ પર બોલતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ સુધી દારૂના ધંધાવાળા પૈસા પહોંચાડે છે.

kejriwal

2017ની ચૂંટણી અને આપ

કેજરીવાલે કહ્યું કે ગુજરાત સરકારનું સામાન્ય લોકોને ચેલેન્ઝ કરી રહી છે જો તમે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તમને કુચડી દેવામાં આવશે. વધુમાં અમિત શાહને યાદ કરીને તેમણે કહ્યું કે આપણે બધા મળીને ગુજરાતના જનરલ ડાયરને બહાર કરીશું. અને 2017ની ચૂંટણીમાં ગુજરાતની સામાન્ય જનતા બીજેપી અને કોંગ્રેસ વિરુદ્ધ લડશું. તેમણે કહ્યું કે લોકોનો આ આક્રોશ સત્તાધીશોને ઉડાવીને લઇ જશે.

kejriwal

નોંધનીય છે કે સભાની શરૂઆત થતા જ ભાજપની સભાને જેમ પાટીદારોએ આમ આદમી પાર્ટી સામે પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને પોલીસે આ અંગે પગલા લેતા 20 જેટલા પાટીદારોને અટક કરી હતી. વધુમાં જાહેરસભા શરૂ થતા પહેલા જ આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી ગુલાબસિંહ સામે બીન જામીનપાત્ર વોરંટ જાહેર થતા તેમણે સરેન્ડર કર્યું હતું. જે અંગે પણ આપે વિરોધ નોંધાવ્યો હતો કે ભાજપ સુરતની જનસભાને રોકવા માટે ધમપછાડા કરી રહી છે.

English summary
Surat Kejriwal Live: Aap leader Arvind kejriwal Speech point, Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X