For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: લવજી બાદશાહે 2૦૦ કરોડનો બોન્ડ દીકરીઓને અર્પણ કર્યા

દીકરી જન્મને પ્રોત્સાહન આપવા લવજી બાદશાહે પાટીદાર પરિવારમાં જન્મેલી બીજી દીકરીઓને ૨૦૦ કરોડ રૂપિયાના સુકન્યા બોન્ડ આપ્યા હતા.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

લવજી બાદશાહ નામથી જાણીતા લવજી ડાલિયા ઉર્ફે બાદશાહએ બેટી બચાવો બેટી પઢાવોના આશય માટે પાટીદાર પરિવારમાં જન્મેલી દીકરીઓને 2૦૦ કરોડ રૃપિયાના બાદશાહ સુકન્યા બોન્ડ આપવાની નેમ લીધી હતી. વરાછાના સાગવાડી ખાતે યોજાયેલા સમારોહમાં 969 દીકરીઓને બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ કર્યા હતા. લવજી બાદશાહએ 10 હજાર દીકરીઓને બોર્ડ અર્પણ કરવાની નેમ લીધી છે. અત્યાર સુધી લવજી બાદશાહ 5 હજાર દીકરીઓને 2 લાખના બાદશાહ બોન્ડ અર્પણ કરી ચુક્યા છે. આ કાર્યક્રમમાં દીદીમાં સાધ્વી ઋતંભરાજી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

patidar

Read also : સુરતઃ ફૂડ લાયસન્સના અભાવે અઠવા ઝોનની 5 દુકાનો પર તાળાંRead also : સુરતઃ ફૂડ લાયસન્સના અભાવે અઠવા ઝોનની 5 દુકાનો પર તાળાં

લવજી બાદશાહ સૌરાષ્ટ્રના આટકોટમાં 8મી મે ના રોજ 1510 અને 14મી મે ના રોજ અમદાવાદમાં 1510 દીકરીઓને બાદશાહ બોન્ડ અર્પણ કરશે. સમાજમાં બાળ જન્મદરના પ્રમાણમાં ખાસ્સો તફાવત જોવા મળી રહ્યો છે. દીકરાના જન્મદરની સામે દીકરીના જન્મદરનો રેશિયો છેલ્લા ઘણા વર્ષોથી સતત ઘટી રહ્યો છે. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પણ બેટી બચાવો, બેટી પઢાવોને પ્રાધાન્યતા આપી રહ્યું છે. લવજી બાદશાહ 21 વર્ષ સુધી 10 હજાર દીકરીઓનું 4૦૦૦ પ્રિમિયમ ભરશે . લવજી બાદશાહ પાટીદાર સમાજની ગુજરાતભરની 1૦ હજાર દીકરીઓને 2૦૦ કરોડ રૂપિયાના બોન્ડ અર્પણ કરશે. આ બોન્ડ આપ્યા બાદ 2015-16 માં જન્મેલી દીકરી 21 વર્ષની થશે ત્યારે તેને 2.5 લાખ રૂપિયા મળશે. લવજી બાદશાહ 10 હજાર દીકરીઓનું એક વર્ષ લેખે 4૦૦૦ પ્રમાણે 21 વર્ષ સુધી પ્રિમિયમ ભરશે. આમ 21 વર્ષ સુધી પ્રિમિયમ ભર્યા બાદ દીકરીઓને 2.25 લાખ રૂપિયા મળશે. આ અંદાજ મુજબ લવજી બાદશાહ દરવર્ષે 4 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ભરશે. જે 21 વર્ષેના અંતે 84 કરોડ રૂપિયા થશે.

patidar

પાટીદાર સમાજે બેટી બચાવવા માટે વર્ષ 2૦૦6માં એક સાથે 12 લાખ લોકો ભેગા થઇને સ્ત્રીભ્રૂણ હત્યા નહીં કરવા સંકલ્પ લીધો હતો. આ સંકલ્પને 10 વર્ષ પૂરા થયા ત્યારે દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દશાબ્દી મહોત્સવના ભાગરૂપે વર્ષ 2૦15-15 માં પાટીદાર પરિવારમાં જન્મેલી બીજી દીકરીને લવજી બાદશાહે બે-બે લાખ રૂપિયાના બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ કરવા જાહેરાત કરી હતી. 1૦ હજાર દીકરીઓને બે-બે લાખ રૂપિયાના બોન્ડ આપવાના સંકલ્પ બાદ વર્ષે 2015 માં જન્મેલી ગુજરાતભરની પાટીદાર પરિવારની 5૦૦૦ દીકરીઓને બોન્ડ એનાયત કરાયા હતા. જ્યારે બાકીની 5૦૦૦ દીકરીઓની બોન્ડ અર્પણ કરવાના સેવાયજ્ઞાનો મંગળવારે સુરતથી પ્રારંભ કરાયો હતો. મંગળવારે સુરત ખાતે યાજોયેલા સમારોહમાં સુરતની 969 દીકરીઓને બે-બે લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કરાયા હતા.

English summary
Surat : Lavji Badshah give bond of rs 200 crores for 10000 girls of patidar community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X