For Quick Alerts
For Daily Alerts
વીડિયો: સુરતમાં 50 લાખના હિરાની ચોરી કરનાર ઝડપાયો
સુરતના કતારગામ વિસ્તારમાં 50 લાખ કરતાં વધારે કિંમતના હિરા ચોરાયા હતાની ઘટના બની હતી. પોલિસની સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ચોરે મોં ઉપર કાળુ કપડુ બાંધી સીસીટીવી કેમેરા બંધ કરી રહ્યો હતો તેવું જોવા મળ્યું હતું. ત્યારે આ ધટનામાં પોલિસે 3 લોકોની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી 48.33 લાખના રૂપિયાના હિરા પણ કબ્જે કર્યા છે.( Read: Video: વાયરલ થઇ મહિલા પોલીસની ટોપલેસ સેલ્ફી... )
નોંધનીય છે કે આ સમગ્ર ધટના "રોઝ જેમ્સ"નામની કંપનીમાં બની હતી. સુરતની આ કંપનીના માલિક પ્રેમજીભાઈ ઇટાલિયાએ આ અંગે ફરિયાદ પણ દાખલ કરી હતી. તે બાદ પોલિસને શંકા હતી કે આ કામ કોઇ જાણભેદુંએ જ કર્યું છે. જે બાદ હાલ આ કેસમાં પોલિસે 3ની ધરપકડ કરીને આ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે નીચેના વીડિયોમાં જુઓ કેવી રીતે ચાલાક ચોરે આ આખી ધટનાને અંજામ આપ્યો છે.